દેશ ના ૮૦ કરોડ ને મફત અનાજ આપાતું હોય તો બજેટ કેમ સારું ? ખેડૂતો મજૂરો ની હામદાની વધી ? બચતો થાપણો વધી ? બજેટ જોગવાઈ માં અંદાજવા માં આવેલ નાણાં સરકારી યોજના પાછળ વાસ્તવ માં વપરાય છે ?
દેશ ના ૮૦ કરોડ ને મફત અનાજ આપાતું હોય તો બજેટ કેમ સારું ?
ખેડૂતો મજૂરો ની હામદાની વધી ?
બચતો થાપણો વધી ?
બજેટ જોગવાઈ માં અંદાજવા માં આવેલ નાણાં સરકારી યોજના પાછળ વાસ્તવ માં વપરાય છે ?
ગુજરાતી માં કહેવત છે વર ની માં વર ને વખાણે તાજેતર માં બજેટ ની ચર્ચા જોરશોર થી ચાલતી હોય પ્રસાર માધ્યમો બજેટ ને આવકારવા નકારવા ની નોંધ લેતા હોય છે રૂપિયો આવશે ક્યાં થી ? રૂપિયો જશે ક્યાં ? તે દર્શવાય છે પણ વાસ્તવિકતા રૂપિયો ક્યાં જાય છે ? તે આ ચિત્ર માં સ્પષ્ટ દર્શાવ્યું છે ભારતીય કુટુંબોની બચત પાંચ દાયકામાં સૌથી ઓછી નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં દેશમાં બચતનું પ્રમાણ પાંચ દાયકામાં સૌથી નીચા સ્તરે જોવા મળ્યું હોવાના આંકડા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જાહેર કર્યા છે. હાઉસહોલ્ડ ફાઈનાન્સિયલ સેવિંગ્સ (કે કૌટુંબિક નાણાકીય બચત) વર્ષ ૨૦૨૧-૨૨માં જીડીપીના ૭.૨ ટકા હતી જે ૨૦૨૨-૨૩માં ઘટી જીડીપીના પ.૧ ટકાના દરે પહોંચી હોવાનું આ આંકડા દર્શાવે છે. કોરોના મહામારી પછી અસ્થાયી રીતે આવકને પડેલા જબરા ફટકા અને ગ્રાહક વપરાશમાં જોવા મળેલા મોટા ઉછાળાના કારણે આ સ્થિતિ ઉભી થઈ હોવાની શક્યતા છે.
બીજી તરફ, ચિંતાજનક રીતે કુટુંબની નાણકીય જીડીપીના ૩.૮ ટકા સામે ૨૦૨૨-૨૩માં વધી ૫.૮ ટકા થઈ ગઈ છે. રીઅલ એસ્ટેટ કે મકાન ખરીદવા અને ગ્રાહકોએ વિવિધ ચીજોની ખરીદી માટે મેળવેલી લોનના કારણે આ જવાબદારી વધી રહી હોય એવી શક્યતા છે. આવક ઘટે, બચત ઘટે અને દેવું વધે એ ચિંતાજનક સ્થિતિ હોવાનું નિષ્ણાતો માને છે. આઝાદી પછી પ્રથમ વખત આટલી તીવ્રતા સાથે લોકોની નાણાકીય જવાબદારી વધી છે.આંકડામાં વાત કરીએ તો કૌટુંબિક મિલકતનું પ્રમાણ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ૨૨.૮ લાખ કરોડ હતું જે મહામારીની અસરના કારણે ૨૦૨૧-૨૨માં ઘટી રૂ૧૬.૯૬ લાખ કરોડ થયા બાદ ફરી વધારે ઘટી હવે ૨૦૨૨- ૨૩માં રૂ૧૩.૭૬ લાખ કરોડ જોવા મળ્યું છે. તેની સામે કુલ દેવું ૨૦૨૧-૨૨માં જીડીપીના ૩૬.૯ ટકા સામે વધી ૨૦૨૨- ૨૩માં જીડીપીના ૩૭.૬ ટકા જોવા મળ્યું છે.બજેટ આવકારતા પ્રચાર પ્રચાર વચ્ચે આમ સામાન્ય દેશવાસી શ્રમિક એક કિલો લસણ ખરીદી ન શકે સરકારી યોજના માંથી તુવેરદાળ ગાયબ કારણ બ્રાન્ડેડ ૨૫૦ ની કિલો થઈ ગઈ બુનિયાદી સુવિધા ઓ આરોગ્ય પરિવાર કલ્યાણ પાણી પુરવઠા અન્ન પુરવઠા કે પરિવહન માટે કરોડો અબજો ની જોગવાઈ કરાય છે પણ વાસ્તવ માં રૂપિયા જે હેતુ માટે બજેટ જોગવાઈ કરાય હોય તે કામે વપરાય છે ખરા ? છેલ્લા પાંચ દાયકા ઓમાં લોકો ની મરણ મૂડી એફ ફી સલામત રોકાણ થાપણો ઘટી કેમ રહી છે ? જે સરકારી યોજના પાછળ બજેટ જોગવાઈ કરાય છે વપરાય છે ખરી જોરશોર થી શરૂ થતી મોટા ભાગ ની યોજના ઓનું બાળ મરણ કેમ થાય છે ? અધકચરો અમલ કેમ કરાય છૅ ? બજેટ ની આંકડાકીય ભરમાર વધી માયાજાળ ખૂબ મોટી થઈ પણ આમ સામાન્ય નાગરિક ની હામદાની વધી ખરી ? ખેડૂતો ની જણસો ના ભાવ વધ્યા ખરા ? ખેડૂત સમૃદ્ધ થયો ? મજૂર સમૃદ્ધ થયો ? આતો પીરો ગાઈ ને ફિરો વખાણે તેવી વાત છે જોરશોર થી બજેટ ના વખાણ કરાય છે ૫૦ કરોડ પરિવારો ને આયુષમાન કાર્ડ માં સારવાર ને ૮૦ કરોડ ને અન્ન પુરવઠો મફત આપવા પડે તો વિકસિત ભારત કેવી રીતે વિકસિત ?
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.