ભચાઉ ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર આવેલા ભંગાર ના વાળા માં લાગી આગ
ભંગારના વાડામાં ભીષણ આગ લાગતા દોડધામ ફાયર વિભાગની ટીમે ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો ભચાઉની ભાગોળે ગાંધીધામ ધોરીમાર્ગ ઉપર આવેલ ભંગારના વાડામાં આજે બપોરે ભયાનક આગ ફાટી નીકળી હતી. પ્લાસ્ટિક વેસ્ટ અને ઘી તેલના ખાલી ડબ્બાના કારણે બેકાબુ બનેલી આગથી પસાર થતા વાહન ચાલકોમાં તેમજ આસપાસ રહેતા લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાના પગલે ભચાઉ ફાયર વિભાગ અને પાસેની આરતી ઈન્દ્રસ્ટ્રીઝના ફાયર ફાયટર દ્વારા બપોરના ૧૨ વાગ્યાથી લઈ ૩ વાગ્યા દરમિયાન આગ ઉપર સતત પાણીનો મારો ચાલવાયો હતો. બેકાબૂ આગને કાબૂમાં લેવા ફાયર ફાયટરની ટીમોએ ભારે જહેમત લેવી પડી હતી. ઘટના અંગે ભચાઉ પાલિકા હસ્તકના ફાયર વિભાગના ઇન્ચાર્જ પ્રવીણ દાફડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, બપોરના ૧૨ વાગ્યાની આસપાસ અણુશક્તિ કંપની પાસે હાઇવે હોટેલ નજીક આવેલા ભંગારના વાડામાં કોઈ કારણોસર આગ લાગવાની જાણ થતાં, સ્ટાફના કુલદીપભાઈ, જયરાજસિંહ, શક્તિસિંહ તેમજ આરતી ઈન્દ્રસ્ટ્રીઝના ફાયર ફાયટરના ગઢવી પાર્થ, દિવ્યેશ ધરસેંડા, સુરજ સંતરા, સતેન્દ્ર રાજભર દ્વારા બે ફાયર મશીન સાથે અંદાજીત ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવાઈ હતી.
6359441528
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.