યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતાં પ્રેમીએ જાહેરમાં છરીના પાંચ ઘા માર્યા; પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો - At This Time

યુવતીની અન્ય યુવક સાથે સગાઈ થતાં પ્રેમીએ જાહેરમાં છરીના પાંચ ઘા માર્યા; પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો


પ્રેમમાં નિષ્ફળતા મળતાં રાજકોટમાં લોહિયાળ જંગ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે. શહેરના કુવાડવા રોડ સાત હનુમાન પાસે રંગીલા સોસાયટીમાં રહેતા 35 વર્ષના યુવાનને હુડકો ચોકડી નજીક રહેતી અને જંગલેશ્વરમાં 23 વર્ષની યુવતી સાથે 10 વર્ષથી પ્રેમસંબંધ હતો, જોકે પ્રેમિકાની સગાઇ નક્કી થઇ જતાં તેને ન ગમતાં સવારે પ્રેમિકા જંગલેશ્વરના હુશેની ચોકમાં પોતાની મોટી બહેન સાથે માછલી વેચવા બેઠી હતી. યુવકે ત્‍યાં જઇને યુવતીને પેટ, છાતી, હાથ, પગમાં છરીના પાંચેક ઘા મારી દીધા હતા. બાદમાં યુવકે પોતાના પેટમાં પણ ત્રણેક ઘા મારી દેતાં બંને લોહીલુહાણ થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયાં છે. આ ઘટનામાં યુવતીની હાલત ગંભીર છે. પોલીસે હત્‍યાની કોશિશનો ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image