કોરોના માં મૃત્યુ પામેલા માતા- પિતા ના સંતાનો ને ફ્રી શિક્ષણ આપવાની જાહેરાત માં વ્હાલા દવલા ની નીતિ.... - At This Time

કોરોના માં મૃત્યુ પામેલા માતા- પિતા ના સંતાનો ને ફ્રી શિક્ષણ આપવાની જાહેરાત માં વ્હાલા દવલા ની નીતિ….


કોરોના માં મૃત્યુ પામેલા માતા- પિતા ના સંતાનો ને ફ્રી શિક્ષણ આપવાની જાહેરાત માં વ્હાલા દવલા ની નીતિ....

સ્વામી નારાયણ ગુરુકુલ ના સંચાલક માધવ સ્વામી દ્રારા મફત અને ફ્રી ભરનાર વિદ્યાર્થી માટે શુ અલગ નિયમ????

કોરોના ના કપરા કાળ માં બીજી લહેર માં અનેક પરિવાર ના માળા વિખાયા હતા. અનેક એવા પરિવાર ના લોકો એ પોતાના સ્વજન ગુમાવ્યા હતા. તો અનેક સંતાનો એ પોતાના માતા - પિતા ગુમાવવા પડ્યા હતા. આજે પણ જો કોરોના ની બીજી લહેર ને યાદ કરી એ તો હૃદય દ્રવી ઉઠે છે. ત્યારે અનેક સામાજિક તેમજ શિક્ષણ સાથે સંકળાયેલી સંસ્થા ઓ લોકો ની વ્હારે આવી હતી અને ઘણા બધા વાયદા અને વચનો સાથે જાહેરાતો પણ કરવામાં આવી હતી અને આનંદ છે કે આજે તેમાંથી લગભગ લોકો બોલ્યું પાળે છે અમુક ને જો બાદ કરી એ તો...

બોટાદ શાળા સંચાલક મંડળ દ્રારા પણ કોરોના માં માતા તેમજ પિતા ના મૃત્યુ બાદ જો બાળક ભણવા માંગતો હોય તો શાળા સંચાલક દ્રારા જાહેર કરાયેલા નિયમ મુજબ ફિ માફી તેમજ મફત શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવેલ. ત્યારે અનેક એવી શાળા સંચાલક મંડળ સાથે જોડાયેલી શાળા માં બાળકો ને એડમિશન આપવામાં આવેલ હતું.

બોટાદ શહેર ની પ્રતિષ્ઠિત શાળા અને શાળા સંચાલક મંડળ ના પ્રમુખ એવા માધવ સ્વામી સંચાલિત ગુરુકુલ માં અભ્યાસ કરતો કેવલ ભરતભાઈ સાકળિયા જે બોટાદ ના શાંતિવન સોસાયટી માં રહેતા ભરતભાઈ સાકળિયા નું અકાળે કોરોના ની બીજી લહેર માં મોત થયું પરિવાર માં પત્ની સહિત 4 સંતાનો એ પિતા ની છત્રછાયા ગુમાવી. ત્યારે મધ્યમ વર્ગ ના આ પરિવાર માથે જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થતિ સર્જાય હતી કારણ કે પુત્ર ના મોત બાદ માતા એ પણ દેહ છોડી દેતા કરુણ ઘટના બની હતી જે હું શબ્દો થી પણ લખી ન શકું.....

ભરતભાઈ સાકળિયા કે જેમનું કોરોના માં મૃત્યુ થયું તે ફોટોગ્રાફી ના ધંધા સાથે સંકળાયેલા હતા એટલે ભરતભાઈ નું મૃત્યુ થતા ઘર માં કમાનાર વ્યક્તિ કોઈ ન રહ્યું. આવી સ્થતિ માં 4 સંતાનો ને ભણાવવા મોટા કેમ કરવા આવા અનેક સવાલો વચ્ચે પરિવાર ચિતા માં હતો. ત્યારે ભરતભાઇ ના ભાઈ ઓએ પરિવાર ની જવાબદારી માથે લઈ લીધી...જેમાં બુધાભાઈ સાકળિયા જે ભરતભાઇ થી નાના ભાઈ જેવો પોતે પત્રકાર હોય પત્રકારીત્વ ક્ષેત્ર ના કારણે સામાજિક ક્ષેત્રે લોકો સાથે ખૂબ ઓળખાણ ધરાવે છે.

બોટાદ શાળા સંચાલક મંડળ દ્રારા કોરોના માં મૃત્યુ પામેલા બાળકો ને ફી માફી તેમજ ઓછી ફી માં અલગ અલગ નિયમો સાથે શિક્ષણ આપવાની જાહેરાત કરવામાં આવી. ત્યારે બુધાભાઈ દ્રારા ભરતભાઇ ના દીકરા કેવલ જે ગઢડા રોડ ખાતે આવેલ ગુરુકુલ જ્યાં માધવ સ્વામી સંચાલક છે તે ગુરુકુલ માં કેવલ અભ્યાસ કરતો હતો અને શાળા સંચાલક મંડળ દ્રારા કરાયેલ જાહેરાત મુજબ તે કેવલ ના પિતા ના મૃત્યુ ને લઈ ફિ માફી મુજબ અભ્યાસ કરવાનો હોય પણ પહેલા શાળા સંચાલકો તેમજ ઓફિસ સ્ટાફ દ્રારા મોટી જાહેરાત બાદ આનાકાની કરી બાદ માં ફી માફી માં ભણાવવાની મંજૂરી આપી. તે સમયે ધોરણ 11 ના બીજા સત્ર માં હતો તેવું બુધાભાઈ એ મિડિયા ને જણાવ્યું. જેમાં ફિ માફી હતી અને ટ્રાન્સપોર્ટ ચાર્જ ચૂકવવાનો હતો જે શાળા ના નિયમ મુજબ બુધાભાઈ દ્રારા ચૂકવી દેવામાં આવ્યો. અને હાલ માં કેવલ ત્યાં ગુરુકુલ માં જ ધોરણ 12 માં અભ્યાસ કરે છે ત્યારે એન કેન પ્રકારે બસ માં બીડી પીવા ના ખોટા આક્ષેપ શાળા સંચાલકો દ્રારા કરવામાં આવેલ હોય તેવું બુધાભાઈ દ્રારા મિડિયા ને જણાવવા માં આવેલ તેમજ હાલ માં કેવલ નું જ્યારે કારકિર્દી નું વર્ષ છે અને અભ્યાસ ના માત્ર 6 મહિના જેટલો સમય બાકી હોય વાલી તરીકે બુધાભાઈ ને બોલાવી બે કલાક સુધી સુધી બેસાડી કહેવા કરતા વધારે કહી સર્ટી લઈ જવા દબાણ કરેલ અને કેવલ નું સર્ટી કાઢી દેવામાં આવ્યું.

બોક્ષ
બોટાદ ના ગઢડા રોડ પર આવેલ ગુરુકુલ માં અભ્યાસ કરતા કેવલ ના સર્ટી આપવા બાબતે મિડિયા સાથે વાતચીત દરમ્યાન બુધાભાઈ એ જણાવ્યું કે ગુરુકુલ માં વ્હાલા દવલા ની નીતિ રાખવામાં આવે છે મારા ભત્રીજા પર બસ માં બીડી પીવાના આક્ષેપ કરવામાં આવેલ અને આજ કારણ થી સર્ટી આપી દેવાની શાળા સંચાલક માધવ સ્વામી દ્રારા વાત કરવામાં આવી ત્યારે બુધાભાઈ ના જણાવ્યા અનુસાર જો અમારું બાળક ગુનેગાર છે જ નહીં તેમ છતાં કોઈ ભૂલ હોય તો અમને જાણ કરો અને બસ માં બીડી પીવાની વાત કરનારે કેમ અમારી સુધી વાત પહોંચાડી નથી આવા અનેક સવાલ વચ્ચે બુધાભાઈ દ્રારા જણાવવામાં આવ્યું કે મારો ભત્રીજો મફત ભણે છે અને અન્ય બીજા જે વિદ્યાર્થીઓ હતા જેમના પર બીડી પીવાના આક્ષેપ હતા તે ફિ ભરે છે માટે તેમને વોર્નીગ આપવામાં આવી અને અમને સર્ટી ત્યારે જો અમે ફિ ભરતા હોત તો આજે અમારે અમારા પિતા વગર ના આ બાળક ના કારકિર્દી ના વર્ષ માં હેરાન થવા નું ન થાત. પણ ખેર ઈશ્વર ને જે ગમ્યું તેવો હાલ તો બુધાભાઈ નિશાશો નાખી ભત્રીજા નું વર્ષ ન બગડે તેને લઈ પ્રયત્ન કરી રહ્યા છે જ્યાં એક નહિ બે શાળા દ્રારા મફત શિક્ષણ અને ટ્યુશન પણ કરાવી આપશું આવું કહેતા હાલ તો પરિવાર માં રાહત જોવા મળી રહી છે.

બોક્ષ
શિક્ષણ ની સંસ્થા માં હવે માત્ર વેપાર જ ચાલે છે આવા આક્ષેપો અવાર નવાર અનેક લોકો કરતા હોય છે ત્યારે જો સાચું હોય તો શરમ જનક કહી શકાય કે ગુરુકુલ નામ સાથે ની આ સંસ્થા મા પણ શિક્ષણ માં વેપાર ??? ખુબજ દુઃખ ની બાબત કહેવાય એક તરફ ગુરુકુલ માં સંસ્કાર નું સિંચન થતું હોય છે પણ જવાબદાર વ્યક્તિ રૂપિયા પાછળ દોડતા હોય છે જે ગંભીર બાબત હોય જે યોગ્ય ન કહી શકાય પણ ખેર બોટાદ કી આવાઝ દ્રારા એવું કહેવા માંગી એ છી કે લોકો ની વાહવાહ લેવા આવી જાહેરાત કરી મન માં ફી લેવાની ભાવના હોય ત્યારે આવી રીતે કોઈ વિદ્યાર્થી સાથે અંગત વાંધો રાખી કારકિર્દી બગાડવાનો પ્રયાસ ન કરવો જોઈએ. જોઈએ તેવું બુધાભાઈ દ્રારા મિડીયા ને જણાવવા માં આવ્યું.

બોક્ષ
બોટાદ કી આવાઝ દ્રારા કેવલ સાકળિયા ને સ્વામિનારાયણ ગુરુકુલ દ્રારા ધોરણ 12 માં અભ્યાસ છોડી સર્ટી આપવા બાબતે કારણ પૂછતાં બીડી પીવા ના કારણે સર્ટી આપી દેવામાં આવ્યું છે તેવું સ્વામિનારાયણ ગુરુકુલ ના સંચાલક માધવ સ્વામી દ્રારા અમારા મિડિયા મિત્ર સાથે મોબાઈલ પર વાતચીત કરતા સમયે જણાવ્યું. તેમજ બીડી પીવા માં જે અન્ય બે વિદ્યાર્થીઓ છે તેમના વાલી ને પણ જાણ કરી દેવા માં આવી છે અને વિદ્યાર્થી ના પપ્પા હજુ મળવા આવેલા નથી એમને પણ સર્ટી આપી દેવામાં આવશે તેવું જણાવ્યું ત્યારે અહીં સવાલ એ થાય છે કે 12 માં ધોરણ માં ભણતા વિદ્યાર્થી ની ઉમર 17 વર્ષ ની હોય અને હાલ ના ફિલ્મી અને સોસીયલ મીડિયા ના આ યુગ માં ખરેખર જો વિદ્યાર્થી એ બીડી પીધી હોય તો તેમને સમજાવી અને ફરી આ પ્રમાણે ની ભૂલ ન કરે તે માટે માર્ગદર્શન આપવું પડે કઠોર તા પૂર્વક જીવન ના કારકિર્દી ના ધોરણ 12 ના વિધાર્થી ને સર્ટી આપી દેવું કેટલું યોગ્ય??? ચોક્કસ થી અન્ય શાળા માં એડમિશન વિદ્યાર્થી ને મળી જ જશે પણ જે શાળા માં ભણેલો વિદ્યાર્થી અન્ય શાળા માં જાય અને ત્યાં માહોલ તેમજ શિક્ષક સાથે સેટ થાય તેમાં સમય જતો રહે અને આ પ્રમાણે ની સજા સાથે વિદ્યાર્થી માનસિક તણાવ પરીક્ષા લક્ષી તૈયારી ન કરી શકે અને પરીક્ષા માં ફેલ થવાની ભીતિ વધુ રહે.

બોક્ષ
ગઢડા રોડ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ માં બીડી પીવા ની વાત સાથે કેવલ નામના વિદ્યાર્થી ને ધોરણ 12 માં હોવા છતાં ચાલુ વર્ષ માં સર્ટી આપી શાળા માંથી જ્યારે કાઢી મુકવામાં આવે તે બાબત યોગ્ય ન કહેવાય શાળા ના સંચાલકો હોય કે શિક્ષકો હોય વિદ્યાર્થી ઓની ભૂલ ને ફરી વિદ્યાર્થી દ્રારા પુનરાવર્તન ન થાય અને જીવન માં સાચી માહિતી સાથે આગળ વધવા માટે નું પ્રોત્સાહન આપવું જોઈએ નહીં કે કડક હાથે કામગીરી સાથે કોઈ એવો નિર્ણય લેવો જોઈએ જેથી કોઈ વિદ્યાર્થી નું ભાવિ જોખમ માં મુકાય જાય.

બોક્ષ
બુધાભાઈ દ્રારા મિડિયા સાથે વાતચીત દરમ્યાન એવું પણ જણાવેલ કે મને જ્યારે ગુરુકુલ માં કેવલ ની ફરિયાદ બાબતે બોલાવવા માં આવ્યો હતો ત્યારે મેં ક્યારેય મારો ભત્રીજો આવું ન કરે અને તેમ છતાં જો તેની કોઈ ભૂલ હશે તો હું હાથ જોડી તેમના વતી માફી માંગુ છું તેવું વિનંતી સાથે જણાવેલ પણ હાજર જવાબદાર વ્યક્તિ એક ના બે ન થયા અને મારા ભત્રીજા કેવલ નું સર્ટી બનાવવાની સૂચના અન્ય કર્મચારી ને આપી દેવામાં આવી તે સમય આજ ફરિયાદ બાબત અન્ય વાલી ને પણ બોલાવવા માં આવેલ જેને સાંભળી એક તક હજુ આપું છું બીજીવાર ઘ્યાન રાખજો તેવું કહેવા માં આવ્યું ત્યારે આજે મારે દુઃખ સાથે કહેવું પડે ભગવાન ના નામ સાથે ની આ સંસ્થા માં ફી લેવાની મન ની ભાવના ના કારણે વ્હાલા દવલા ની નીતિ રાખવામાં આવે છે. જે યોગ્ય ન કહી શકાય પણ ખેર આતો એમની શાળા અને એ માલિક એમા આપણે શું કરી એ ભગવાન સ્વામિનારાયણ એમને સાચો માર્ગ બતાવે અને મારી સાથે આજે થયું તે બીજા સાથે ન થાય વાલી ને સાંભળે અને વિદ્યાર્થી ને સમજાવી સાચો માર્ગ બતાવે એજ સાચો શિક્ષક બાકી તો બધા રૂપિયા માટે શિક્ષણ આપતા હોય તે શિક્ષણ ના વેપારી અને વેપારી માં નફો અને નુકશાન બને જોવું જ પડે એમા કોઈ શંકા ને સ્થાન ન હોઈ શકે ત્યારે આજ ના સમય માં કોણ શિક્ષણ આપે છે અને કોણ વ્યાપાર કરે છે તે કેવુ થોડું અઘરું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.