પ્રાંતિજ પો.સ્ટે વિસ્તારમાં શાકભાજીના ખાલી કેરેટની આડમાં વિદેશીદારૂની કુલ બોટલો/ટીન નંગ-૧,૦૫૮ કિ.રૂ.૧,૯૮,૩૨૦/- તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૬,૫૦૦/-
પ્રાંતિજ પો.સ્ટે વિસ્તારમાં શાકભાજીના ખાલી કેરેટની આડમાં વિદેશીદારૂની કુલ બોટલો/ટીન નંગ-૧,૦૫૮ કિ.રૂ.૧,૯૮,૩૨૦/- તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૬,૫૦૦/- તથા ડાલુ કિં.રૂ.૬,૦૦,૦૦૦/- તથા કે.યુ.વી. ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા પ્લાસ્ટીકના કેરેટ નંગ-૨૫ કિ.રૂ.૧,૨૫૦/- મળી કુલ કિ.રૂ.૧૨,૦૬,૦૭૦/- નો મુદ્દામાલ કબ્જે કરી ચાર આરોપીઓને પકડી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
પોલીસ મહાનિરીક્ષકશ્રી અભય ચુડાસમા સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિશાલકુમાર વાધેલા સા.શ્રી નાઓએ સાબરકાંઠા જિલ્લામાં પ્રોહીબીશન તથા જુગારને લગતા ગુન્હાઓને અંકુશમાં લેવા તથા શોધી કાઢવાની અસરકારક કામગીરી કરવા આપેલ આદેશ મુજબ પો.ઇન્સ.શ્રી એ.જી.રાઠોડ એલ.સી.બી. નાઓના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એલ.પી.રાણા એલ.સી.બી.તથા તેમની ટીમના માણસો પ્રોહી વોચ/પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હે.કો. વિનોદભાઇ નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે, “એક સફેદ કલરનું અશોક લેલન કંપનીનું ડાલુ નં. GJ09AU7768 માં ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરી રાજસ્થાન બાજુથી વિજાપુર થઇ પ્રાંતિજ થઇ હિંમતનગર તરફ જનાર છે અને તેની આગળ સિલ્વર કલરની મહીન્દ્રા કંપનીની કે.યુ.વી. ગાડી નં.GJ18BJ7548 ની પાઇલોટીંગ કરે છે” તેવી ચોક્કસ બાતમી હકીકત મળતાં ઉપરોક્ત સ્ટાફના માણસોએ કાટવાડ ગામની સીમમાં આવેલ નેશનલ હાઇવે રોડ ઉપર બાતમી વાળા વાહનોની વોચમાં તથા નાકાબંધીમાં રહેલ દરમ્યાન પ્રાંતિજ તરફથી બાતમી મુજબની પાયલોટીંગવાળી સિલ્વર કલરની મહીન્દ્રા કે.યુ.વી.ગાડી નં. GJ18BJ7548 તથા તેની પાછળ સફેદ કલરનું અશોક લેલન કંપનીનું ડાલુ નં.GJ09AŪ7768 આવતાં સદરી બંને ગાડીઓને કોર્ડન કરી રોડ સાઇડમાં ઉભી રખાવેલ ડાલામાં બે ઇસમો બેસેલ હોઇ તે પૈકી ચાલકનું નામ સુરજનરામ મફારામ ગર્ગ રહે. પાડાવી,સિલાસણ તા.રાણીવાડા જી.ઝાલોર રાજસ્થાનનો તથા સાથેના ઇસમનું નામ સતરારામ બગદારામ રબારી રહે. રામપુરા, સિલાસણ તા.રાણીવાડા જી.ઝાલોર રાજસ્થાનનો હોવાનું જણાવેલ તથા પાયલોટીંગવાળી મહીન્દ્રા કે.યુ.વી. ગાડી નં. GJ18BJ7548 માં બે ઇસમો હોઇ તે પૈકી ચાલકનું નામ ધવલકુમાર સુમનભાઇ જયસ્વાલ રહે.૧૭, ગાયત્રીધામ સોસાયટી, બેરણા રોડ, હિંમતનગર નો તથા બાજુમાં બેસેલ ઇસમનું નામ નિકુલ ઉર્ફે મચ્છી રાજુભાઇ ભોઇ રહે. ૭૪, મારૂતિનગર સોસાયટી, અશોકવાટીકાની પાછળ,સહકારી જીન રોડ, હિંમતનગરના હોવાનું જણાવેલ પકડાયેલ ડાલામાં વિદેશીદારૂ ભરેલ હોઇ પોલીસથી બચવા સારૂ પાયલોટીંગ કરી લઇ જતાં ડાલામાં જોતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ જેમાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનો વિદેશીદારૂની કુલ બોટલો/ટીન નંગ-૧,૦૫૮ કિ.રૂ.૧,૯૮,૩૨૦/- તથા મોબાઇલ નંગ-૪ કિ.રૂ.૬,૫૦૦/- તથા ડાલુ કી.રૂ.૬,૦૦,૦૦૦/- તથા કે.યુ.વી ગાડી કિ.રૂ.૪,૦૦,૦૦૦/- તથા પ્લાસ્ટીકના કેરેટ નંગ-૨૫ કિ.રૂ.૧,૨૫૦/- મળી કુલ કિ.રૂ.૧૨,૦૬,૦૭૦/- નો મુદ્દામાલ મળી આવતાં પકડાયેલ ઇસમો આરોપીઓ વિરૂધ્ધ પ્રાંતીજ પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.