સૌરાષ્ટ્ર ના રેલવે પ્રશ્ને પૂર્વ સાંસદ ઠુંમરે રેલવે મંત્રી અશ્વિનીકુમાર વિગતે ને પત્ર પાઠવ્યો - At This Time

સૌરાષ્ટ્ર ના રેલવે પ્રશ્ને પૂર્વ સાંસદ ઠુંમરે રેલવે મંત્રી અશ્વિનીકુમાર વિગતે ને પત્ર પાઠવ્યો


સૌરાષ્ટ્ર ના રેલવે પ્રશ્ને પૂર્વ સાંસદ ઠુંમરે રેલવે મંત્રી અશ્વિનીકુમાર વિગતે ને પત્ર પાઠવ્યો

અમરેલી પૂર્વ સાંસદ ઠુંમરે રેલવે મંત્રી શ્રી અશ્વિનીકુમાર વૈષ્ણવજી ને ગુજરાત રાજ્યના અમરેલી જિલ્લામાં રેલ્વે ક્ષેત્રે સતત અન્યાય થઈ રહ્યો છે. મહુવા-ભાવનગર; મહુવા-સુરત મારા સાંસદ કાર્યકાળ ૧૪ મી લોકસભા દરમિયાન તે સમયે માનનીય રેલ્વે મંત્રી શ્રી બાલુજીના નેતૃત્વમાં ટ્રેનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી. આ પછી મહુવા-બાંદ્રાથી ૩ દિવસ અને મહુવા-સુરતથી ૪ દિવસ ટ્રેન દોડાવવામાં આવી રહી છે, જેનો લાભ અમરેલી જિલ્લાના લોકોને મળી રહ્યી છે. તાજેતરમાં સોમનાથ-બનારસ સપ્તાહમાં એક ટ્રેન પણ શરૂ કરવામાં આવી છે અને તેનો લાભ લોકોને મળી રહ્યો છે. અગાઉ સોમનાથ મેઈલ રાત્રે મળતો હતો જેનો લાભ જૂનાગઢ-મગર-ભાવનગર અને અમરેલીને મળતો હતો. આ ટ્રેકને બ્રોડગેજમાં રૂપાંતરિત કરવા માટે મારા સાંસદ સમયગાળા દરમિયાન બજેટમાં આ ટ્રેકમાં મુકવામાં આવેલ કામ પૂર્ણ થઈ ગયું છે. અમરેલી જીલ્લાને લાંબા સમયથી રેલ્વે દ્વારા અન્યાય કરવામાં આવી રહ્યો છે જે તમામ સંજોગોને ધ્યાને લઇ સોમનાથ-જૂનાગઢ-વડીયા-ઘાસા-ધંધુકા ઇન્ટરસીટી એસી કોચ રાત્રી દરમિયાન તેમજ સવારના સમયે આપવામાં આવે તે જરૂરી છે. સોમનાથ જ્યોર્તિલિંગનું પ્રથમ પ્રસિદ્ધ મંદિર છે અને તેનો વિકાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. રેલવે સ્ટેશન પણ નવનિર્મિત છે. તો આ વિસ્તારના લોકોને સોમનાથ મેઈલ અને ઈન્ટરસીટી એક્સપ્રેસ સુપરફાસ્ટ સાથે તમામ એસી કોચ સાથે ન્યાય આપવા માટે આપના સ્તરેથી તાત્કાલીક નોટીસ લેવા મારી વિનંતી છે.
વધુમાં અમરેલી જિલ્લા અને જનતા વતી મારી તમને વિનંતી છે કે સુરેન્દ્રનગર થઈને જતી મહુવા-સુરત ટ્રેનને પણ ધંધુકા થઈને ડાયવર્ટ કરવામાં આવે અને આ ટ્રેક પર મહુવા-ઘોલા-ધંધુકા સાબરમતી ઈન્ટરસિટી કે અને પરત રૂટ પર તમામ કોચ સાથે એસી કોચ ચેરકર આપવામાં આવે. આ વિસ્તારની મારી મુલાકાત દરમિયાન પ્રેસ મીડિયા તેમજ લેખિત અને મૌખિક દ્વારા આ અંગે લોકો તરફથી સતત માંગણીઓ કરવામાં આવી રહી છે. જેથી તાત્કાલીક અસરથી આ ૩ માર્ગો દ્વારા અમરેલી જીલ્લાને લાંબા સમયથી થતા અન્યાયને ન્યાય આપવામાં આવે તેવી માંગ ઉઠી છે અને લોકોને રાજ્યના પાટનગર ગાંધીનગર જવા માટે સગવડતા મળી રહે તે માટે તમામ રૂટોને સરખેજ સ્ટેશને સ્ટોપ આપવામાં આવે તે પણ જરૂરી છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image