વડોદરામાં 4 વર્ષની બાળકીને બચાવવા જતાં ગાયે મહિલાને ભેટીએ ચઢાવી ,
રખડતા ઢોરનો ત્રાસ યથાવત : વડોદરામાં 4 વર્ષની બાળકીને બચાવવા જતાં ગાયે મહિલાને ભેટીએ ચઢાવી , લોકોએ રોષ સાથે કહ્યું- હવે વાતો બંધ કરો , ઠોસ કાર્યવાહી કરો વડોદરાએક કલાક પહેલા શહેરના સલાટવાડા વિસ્તારમાં ગાયે મહિલાને ભેટીએ ચઢાવતા ઇજા પહોંચી છે . સ્થાનિક યુવાનો - યુવતીઓની માંગ , રખડતી ગાયોના ત્રાસથી મુક્તિ અપાવો ક શહેરના સલાટવાડા વિસ્તારમાં રસ્તે રખડતી ગાયે સ્થાનિક મહિલાને ભેટીએ ચઢાવી હતી . આ ઘટનામાં મહિલાને ગંભીર ઇજા પહોંચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે . મહિલા પોતાની ચાર વર્ષની બાળકીને ગાયથી બચાવવા જતાં ગાયે તેઓને ભેટીએ ચઢાવી હતી . સ્થાનિક લોકો જણાવી રહ્યા છે કે , મહિલા ગર્ભવતી હતી અને ગાયે ભેટીએ ચઢાવતા મહિલાના ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યું થયું છે . જોકે , મહિલાના પરિવારજનો મહિલા ગર્ભવતી હોવાનો ઇન્કાર કરી રહ્યા છે . અને આ બાબતે કંઇ પણ કહેવાનો ઇન્કાર કરી રહ્યા છે . જોકે , ગાયે ભેટી મારતા મહિલા ઇજા પામી હોવાની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે . પેટ , પેઢા સહિત મહિલાને ઇજા પહોંચી મળેલી માહિતી પ્રમાણે શહેરના સલાટવાડા વિસ્તારમાં હનુમાન પોળ આવેલી છે . પોળમાં રહેતા એક મહિલા મંગળવારે પોતાની ચાર વર્ષની દીકરી સાથે ઘરની બહાર કામ માટે નીકળ્યા હતા . દરમિયાન દોડતી આવી રહેલી ગાયથી મહિલા પોતાની ચાર વર્ષની દીકરીને બચાવવા જતાં , નજીક આવી પહોંચેલી ગાયે મહિલાને ભેટીએ ચઢાવ્યા હતા . ગાયે મહિલાને ભેટીએ ચઢાવતા તેઓ રોડ ઉપર પટકાયા હતા . ગાયે મહિલાને લાતો પણ મારી હોવાનું જાણવા મળ્યું હતું . જેમાં તેઓના પેટ , પેઢા સહિત શરીરના અન્ય ભાગમાં ગંભીર ઇજા પહોંચી હતી .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.