હોસ્પિટલ મોલ ગેસ્ટ હાઉસમાં કરાઈ તપાસ કેટલીક જગ્યાએ ફાયર સેફ્ટી નો અભાવ ખુલ્લા વાયરો જોવા મળતા તંત્ર દ્વારા અપાય સૂચના
ગઢડા શહેરમાં આવેલા ગેસ્ટ હાઉસ મોલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ફાયર સેફટી ને લઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું. મામલતદાર પી.આઈ ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવતા કેટલાક સ્થળોએ ફાયર સેફ્ટી નો અભાવ ખુલ્લા વીજ વાયરસ જોવા મળતા તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આજ્ઞા કેટલાક લોકોના મૃત્યુ નીપજ્યા હતા. ત્યારબાદ તંત્ર એલર્ટ થયું છે તંત્ર દ્વારા રાજ્યભરમાં ફાયર સેફ્ટી ને લઈને તપાસ શરૂ કરી છે જ્યાં ફાયર સેફટી ના સાધનો ન હોવાથી તેવા સ્થળોએ નોટી તો તેમજ સીલ મારવાની કામગીરી શરૂ કરી છે ત્યારે ગઢડામાં પણ તંત્ર દ્વારા તપાસ શરૂ કરી છે ગઢડા મામલતદાર રાવલ પી.આઈ જાડેજા ચીફ ઓફિસર પટેલ સહિતના અધિકારીઓની ટીમ દ્વારા ગઢડા શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલો મોલ શોપિંગ સેન્ટરમાં તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન કેટલાક સ્થળો પર ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ જોવા મળ્યો હતો કેટલીક જગ્યાઓ પર ખુલ્લા વીજ વાયરો જોવા મળ્યા હતા જેથી તંત્ર દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.