મીત્ર રૂ.10 લાખ ઓળવી જતા ભુપેન્દ્ર પટેલનો આપઘાતનો પ્રયાસ
80 ફુટ રોડ પર રહેતા ભુપેન્દ્ર પટેલ નામના યુવકના મીત્ર હરદીપસિંહે રૂા.10 લાખ ઓળવી જતા યુવકે કંટાળીને રેસકોર્ષમાં આજે બપોરે સ્યુસાઇડ નોટ લખી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતો સારવારમાં ખસેડાયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર 80 ફુટ રોડ પર મટુકી હોટલ પાસે ગોવિંદ અને રત્ન ફલેટમાં રહેતા ભુપેન્દ્રભાઇ રસીકભાઇ પટેલ (ઉ.વ.37) આજે બપોરે બે વાગ્યે રેસકોર્ષમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવારમાં સીવીલ હોસ્પીટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફ પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.
યુવકે સ્યુસાઇડ નોટમાં આક્ષેપ કર્યો હતો કે, તે રીયલટેક સીએનસી કંપનીમાં કામ કરે છે.અને તેની સાથે કામ કરતો હરદીપસિંહ સાથે ઘણા સમયથી મીત્રતા હતી. જે બાદ બંને વચ્ચે પૈસાની લેવડ દેવડ ચાલી હતી અને તેને રૂા. 4 લાખ રોકડા આપેલ હતા.તે ઉપરાંત અલગ અલગ બેંકના ચાર ક્રેડીટ કાર્ડ તેને આપેલ હતા જેમાંથી તેને 6 લાખ ઉપાડેલ હતા. અને તેના હપ્તા પણ ભરતો ન હતો. તેમજ રૂ.4 લાખની જે લોન અપાવેલ હતી તેના હપ્તા પણ તે ભરતો ન હતો. જે બાબતે તેને વાત કરતા તે ધમકી આપતો કે, તું મારા પપ્પાને ઓળખતો નથી. માથાકુટ વધશે તેવી ધમકી આપતો જેનાથી કંટાળીને પગલું ભરું છું તેવું જણાવ્યુ હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.