માનવતા ની પરાકાષ્ટા “આપણી સફર ખુબજ ટુંકી છે……”
*આપણી સફર બહુ જ ટૂંકી છે*
એક મહિલા બસમાં ચઢી અને એના હાથમાં રહેલી બેગ બાજુમાં બેઠેલા માણસને વાગી. તે વ્યક્તિ મૌન જ રહ્યો, ત્યારે પેલા બેને તેને પૂછ્યું કે જ્યારે બેગથી તમને વાગ્યું ત્યારે તમે ફરિયાદ કે ગુસ્સો કેમ ન કર્યો ..?
માણસે સ્મિત સાથે જવાબ આપ્યો, "આટલી નજીવી બાબત વિશે અસ્વસ્થ થવાની જરૂર નથી, કારણ કે આપણી મુસાફરી ખૂબ ટૂંકી છે, હું આગલા સ્ટોપ પર ઉતરી જવાનો છું"
આ જગતમાં આપણી પાસે સમય એટલો ઓછો છે કે તેને નકામી દલીલો,ઈર્ષ્યા,જીદ,અસંતોષમાં વ્યતિત ના કરશો.
આપણી સફરની લંબાઈ કોઈને ખબર નથી. કોણ, ક્યારે, કયા સ્ટોપ પર ઉતરી જશે તે કોઈને ખબર નથી..!
આ સફર બહુ ટૂંકી છે. અમદાવાદના બસ સ્ટેન્ડ પર બેઠેલો હું વડોદરા જવાવાળી બસની રાહ જોતો હતો. હજું બસ સ્ટેશન પર બસ આવી નહોતી. હું બાંકડા પર બેસી એક ચોપડી વોંચી રહ્યો હતો.
મારી પાસે લગભગ ૧૦ વર્ષની બાળકી આવીને બોલી,
"બાબુ પેન લઇ લો. ₹૧૦/- ની ચાર આપીશ. ખૂબ ભુખ લાગી છે. કશુંક ખાઈશ."
તેની સાથે એક નાનકડો છોકરો પણ હતો. કદાચ તેનો નાનો ભાઈ હશે.
મેં કહ્યું,
"મારે પેન તો નથી જોઈતી."
આગળનો તેનો પ્રશ્ન ખૂબ જ વહાલો હતો,
"તો અમે ખાઈશું કઈ રીતે.....?"
મેં પુનઃ કહ્યું :
"મારે પેન નથી જોઈતી પણ તમે કશુંક ખાશો જરૂર."
મારી બેગમાં બિસ્કિટના બે પેકેટ હતા. મેં બેગમાંથી તે પેકેટ બહાર કાઢી બન્નેને એક એક પેકેટ પકડાવી દીધું.
મારી હેરાનગતિની હદ ન રહી જ્યારે તે બાળકીએ એક પેકેટ પરત કરતા કહ્યું,
"બાબુજી એક જ કાફી છે, અમે વહેંચીને ખાઈ લઈશું."
હું હેરાન થઈ ગયો જવાબ સાંભળીને !
મેં ફરી કહ્યું,
"રાખી લો બન્ને."
મારા આત્માને ઝંઝોળી દીધો એ બાળકીના જવાબે.
તેણે કહ્યું, "તો પછી આપ શું ખાશો..?"
આ સંસારમાં કરોડો કમાનાર લોકો ઉન્નતિના નામ પર માનવતાને નિશાન બનાવી લખલૂટ લૂંટ ચલાવવામાં લાગેલા છે, ત્યાં એક ભૂખી બાળકીએ
'માનવતાની પરાકાષ્ટા' નો પાઠ ભણાવી દીધો હતો.
યાદ રાખજો, આપણી સફર ખુબજ ટુંકી છે.
- એ. એચ. ખાંટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.