મહીસાગર જીલ્લાની શહીદભૂમિ માનગઢ સહિત જિલ્લાના ખૂણે ખૂણેથી માટી અમૃત વાટિકામાં પહોંચશે
“મારી માટી મારો દેશ” અભિયાન અંગે મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખે પત્રકાર પરિષદ સંબોધી
મહીસાગર જિલ્લાના ત્રણ વિધાનસભા વિસ્તારમાંથી “મારી માટી મારો દેશ” અભિયાન અંતર્ગત અમૃત કળશયાત્રા અંતર્ગત એકત્રિત કરાયેલ માટીને અમદાવાદ રિવર ફ્રન્ટ અને ત્યાર બાદ રાષ્ટ્રીય કક્ષાએ દિલ્હી સ્થિત અમૃત વાટિકામાં માટી પધરાવવામાં આવશે. આ અભિયાન અંગે લુણાવાડા વિશ્રામગૃહ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયાએ પત્રકાર પરિષદ સંબોધી હતી આ પત્રકાર પરિષદમાં કાર્યક્રમના સંયોજક જિલ્લા મહામંત્રી પ્રદીપસિંહ રાઠોડ, કાર્યાલય મંત્રી જીગર પંડ્યા અને પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.
જિલ્લા ભાજપ પ્રમુખે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગત વર્ષે હર ઘર તિરંગા અભિયાન યોજવાની પ્રેરણા દેશવાસીઓને આપી હતી તે રીતે આ વર્ષે મેરી માટી મેરા દેશ અભિયાન આઝાદીના અમૃત કાળમાં યોજવવા દેશવાસીઓને પ્રેરણા આપી છે. નવ ઓગષ્ટથી શરૂ થયેલ અભિયાનની જાહેરાત વડાપ્રધાને મન કી બાત કાર્યક્રમના ૧૦૩માં એપિસોડમાં જણાવી હતી. વડાપ્રધાને કહ્યુ છે કે, ભેગી થયેલી માટી અને કળશથી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નજીક એક અમૃત વાટિકા તૈયાર કરવામાં આવશે અને આ અમૃત વાટિકા એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિક બની રહેશે. વિર શહિદોની યાદમાં આ અભિયાનમાં દેશના દરેક ખૂણેથી માટીના ૭૫૦૦ કળશમાં દિલ્હી લાવવાનું આયોજન છે
આઝાદીના અમૃત મહોત્સવના ઉપક્રમે માટીને નમન, વીરોને વંદનના ઉદ્દેશ સાથે મહીસાગર જિલ્લાના ત્રણ વિધાનસભા મતવિસ્તારમાં અમૃત કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મહીસાગર જિલ્લામાં ક્રાંતિ ભૂમિ માનગઢ ધામ ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી શહીદભૂમિની માટી લઇ યાત્રા શરુ કરવામાં આવી હતી. તારીખ ત્રીજી ઓક્ટોબરથી ચોવીસ ઓક્ટોબર દરમ્યાન આયોજીત અમૃત કળશયાત્રા વિધાનસભાના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને માટી એકત્રિત કરી હતી.જેમાં ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહીસાગર જિલ્લામા કળશમાં વિવિધ વિધાનસભામાંથી ઘરે ઘરે થી એકત્રિત કરેલ માટીને જુદા જુદા તાલુકાઓમાંથી અમૃત કળશ સાથે ભાજપ સંગઠનના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અમદાવાદ પહોંચશે. રાજ્યમાંથી આવેલ તમામ અમૃત ક્ળશ એકત્ર કરી તારીખ ૨૭ મીના રોજ અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ભવ્ય સમારોહ યોજાશે ત્યાર બાદ આ માટી દિલ્હી સ્થિત અમૃત વાટિકામાં પધરાવવામાં આવશે. આ અભિયાનનો ઉદ્દેશ બહાદુર સ્વતંત્ર સેનાનીઓ અને વિરોનું સન્માન કરવાનો છે જેમને દેશ માટે તેમનું જીવન બલીદાન કર્યુ છે. મેરી માટી મેરા દેશ અભિયાન આઝાદી કા અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે તેનું સમાપન કાર્યક્રમ હશે. આ અભિયાનમાં લોકોને પ્રોત્સાહિત કરવા વેબસાઇટ પણ જાહેર કરવામાં આવી છે જે Merimaatimeradesh.gov.in આ વેબસાઇટમાં માટી કે માટીનું દીપ હાથમાં લઇ સેલ્ફી અપલોડ કરી શકે છે આમ કરી ભારતને વિકતસીત દેશ અને ગુલામીની માનસીકતા ખતમ કરવા તેમજ સમૃદ્ધ વિરાસત પર ગર્વ કરવા, એકતા અને અંખડતા બનાવી રાખવા નાગરિકો તેમના કર્તવ્યને પુરા કરે સાથે રાષ્ટ્રની રક્ષા કરવાવાળાનું સન્માન કરવા પંચ પ્રાણની પ્રતિજ્ઞા લઇ ડિજિટલ સર્ટીફિકેટ વેબસાઇટ થી ડાઉનલોડ કરી શકાય છે.
ભીખાભાઈ ખાંટ
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.