પંદર દિવસથી રજળતું ભટકતું જીવન જીવતા હિંસાગ્રસ્ત મહિલાને આશરો આપતી બોટાદ સખી વન સ્ટોપ સેન્ટર
પંદર દિવસથી રજળતું ભટકતું જીવન જીવતા હિંસાગ્રસ્ત મહિલાને આશરો આપતી બોટાદ સખી વન સ્ટોપ સેન્ટર
ભારત સરકાર પુરસ્કૃત મહિલા અને બાળ વિકાસ વિભાગ સંચાલીત સખી વન સ્ટોપ સેન્ટર બોટાદ સેન્ટર પર રૂબરૂ આવેલ કેસમાં હિંસાગ્રસ્ત મહિલા ભાડે એકલા રહેતા હતા પરંતું ભાડુંનાં આપતા ઘર ખાલી કરાવેલ અને પંદર દિવસથી રજળતું ભટકતું જીવન જીવતા હતો.હિંસાગ્રસ્ત મહિલા રાત્રે ૧૦:૧૫ પી એમ નાં રોડ પર જતા હતા રેહવા માટે કોઈ વ્યવસ્થા નો હતી જેથી અજાણી વ્યકિત દ્વારા સેન્ટરની માહિતી મળતા સેન્ટરમાં આશરો આપેલ તેમજ રાત્રે આશ્રય,ભોજન આપેલ.કાઉન્સેલિંગ દ્વારા જાણવા મળેલ કે મહિલા મધ્યપ્રદેશનાં છે ગુજરાતમાં લગન થયેલ પરંતુ ઘરેલુ પ્રશ્નનાં કારણે ૨૨ વર્ષના લગ્નજીવન બાદ છુટાછેડા થયેલ તેમજ મહિલાને બે દિકરી અને એક દીકરો છે મહિલા ઘણા સમયથી એકલા ભટકતું જીવન જીવતા હતા જેથી સખી વન સ્ટોપનાં કર્મચારી દ્વારા તેમની દીકરી સાથે કોન્ટેક્ટ કરી વાતચીત દ્વારા તેમની માતાનાં પ્રશ્નનું સમાધાન કરાવેલ મહિલાનું 3 વર્ષ બાદ પતિનાં ઘરે પુનઃસ્થાપન કરાવેલ અને આશરાની વ્યવસ્થા કરવામાં આવેલ સખી વન સ્ટોપ સેન્ટર બોટાદ.
બ્રાન્ચ મેનેજર,નિકુંજ ચૌહાણ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.