ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા અન્વયે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરની વીડિયો કોન્ફરન્સ યોજાઇ
ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા અન્વયે શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટરની વીડિયો કોન્ફરન્સ યોજાઇ
બોટાદ કલેક્ટર બી.એ.શાહે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અને પરીક્ષાને લઈ જિલ્લાની વિવિધ તૈયારીઓનો ચિતાર રજૂ કર્યો
વહીવટી વિભાગ અને પોલીસ વિભાગના સંકલનથી થઈ રહ્યું છે બોર્ડ પરીક્ષાનું સુચારૂં આયોજન: બોટાદ કલેક્ટર
ધોરણ 10 અને 12 બોર્ડની આગામી પરીક્ષા સુગમતાપૂર્વક સંપન્ન થાય તે હેતુથી શિક્ષણમંત્રી કુબેરભાઈ ડિંડોરની અધ્યક્ષતામાં તેમજ પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢશિક્ષણના રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની વિશેષ ઉપસ્થિતિમાં વીડિયો કોન્ફરન્સીંગના માધ્યમથી આજરોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત બોટાદ કલેક્ટર બી.એ.શાહે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અને પરીક્ષાને લઈ જિલ્લાની વિવિધ તૈયારીઓનો ચિતાર રજૂ કર્યો હતો.
વીડિયો કોન્ફરન્સમાં કલેક્ટરએ જણાવ્યું હતું કે, બોર્ડની પરીક્ષા અન્વયે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર એકજૂટ થઈને કામગીરી કરી રહ્યું છે. ધોરણ-10માં કુલ 10,380 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 900 અને સામાન્ય પ્રવાહના 6,990 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સંવેદનશીલ પરીક્ષાકેન્દ્રો પર વર્ગ-1 અને 2ના અધિકારીઓને નિયુક્ત કરાયા છે. વહીવટી વિભાગ અને પોલીસ વિભાગના સંકલનથી બોર્ડ પરીક્ષાનું સુચારૂં આયોજન થઈ રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પરીક્ષાકેન્દ્રો પર ઈલેક્ટ્રોનિક ડિવાઈસીસ રાખવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. શાળાઓમાં ઝેરોક્ષ મશીન હશે તો તે પણ સીલ કરાશે.
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.