ટેલિગ્રામમાં રિવ્યૂ પર કમિશનના નામે 11. 56 લાખની છેતરપિંડી
ગાંધીનગરમાં સાયબર ક્રાઇમમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે વધુ એક છેતરપિંડીનો કિસ્સો બન્યો છે. કલોલના યુવાનને વોટ્સએપ મેસેજથી એક યુવતીએ પાર્ટ ટાઈમ રૂપિયા કમાવા માટે ટેલિગ્રામના ગ્રૂપમાં જોડીને રેટીંગ અને રિવ્યુ પર કમિશન આપવાની વાત કરી યુવાનના બેન્ક એકાઉન્ટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરાવી 11. 56 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.