મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની સહાય આપવા બાબતે વીંછિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની સહાય આપવા બાબતે વીંછિયા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું


વિછીયા મામલતદાર કચેરી મામલતદારને ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી ગુજરાતમાં વર્ષ 2023 નું ચોમાસું નબળું હોય તો મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની સહાય આપવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું. ગુજરાતના અનેક જિલ્લાની અંદર 10 ઇંચ કરતાં ઓછો વરસાદ તેમજ એક વરસાદથી બીજા વરસાદનું અંતર 28 દિવસ નહીં પણ 50 દિવસ જેટલું અંતર હોય તમામ ખેડૂતોનો પાક નિષ્ફળ ગયેલો હોય અને ચાલુ વર્ષે કપાસના પાકમાં મોટા પ્રમાણમાં સુકારો જોવા મળતો હોય તો ખેડૂતોનો તમામ પાક સો એ સો ટકા નિષ્ફળ ગયેલો હોય તો ગુજરાતના તમામ જિલ્લાની અંદર યુદ્ધના ધોરણે કૃષિ અધિકારીઓ દ્વારા સર્વે કરી અને તમામ ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય તાત્કાલિકના ધોરણે સહાય આપવામાં આવે એવી માંગણી સાથે ખેડૂત સેવા સંગઠન ગુજરાત વતી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે એવી ઉગ્ર માંગ કરવામાં આવી અન્યથા ગાંધીજીના માર્ગે આંદોલનનો માર્ગ અપનાવો પડશે એવું ખેડૂત સેવા સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરા દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવી. આ આવેદનપત્ર ખેડૂત સેવા સંગઠન ગુજરાતના આગેવાન વિજયભાઈ તાવીયા બુટાભાઈ જોગરાજીયા વગેરે આગેવાન દ્વારા આપવામાં આવ્યું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.