તરસાલીમાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી , મહિલા કાઉન્સિલર સ્નેહલ પટેલના પોસ્ટરો ફાડ્યાં.
વોર્ડ 16 ના ભાજપના મહિલા કાઉન્સિલર સ્નેહલ પટેલના તરસાલી ખાતે યોજાનાર મટકી ફોડના કાર્યક્રમ પૂર્વે સ્થાનિક યુવાનોએ વિરોધ કર્યો હતો . ઉશ્કેરાયા ટોળાએ હાથમાં લાકડીઓ લઈ ડિવાઈડર પર લાગેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને કાઉન્સિલર સ્નેહલ પટેલના પોસ્ટરોને ફાડી નાખતા હોબાળો થયો હતો . ટોળાએ દબાણ શાખાની ટીમને પણ ધમકી અાપી તગેડી મુકી હતી . સમગ્ર પ્રકરણમાં ભાજપના જ નેતાઓની જૂથ બંધી હોવાની શંકા સેવાઈ રહી છે . લાઈક શહેરના તરસાલી સ્વામિનારાયણ મંદિર પાસે શનિવારે સવારે ફરાસખાનાની ટીમ પહોંચી ત્યારે સ્થાનિક યુવકોનુ ટોળુ ત્યાં ધસી આવ્યું હતું . તેઓએ મટકી ફોડ કાર્યક્રમ નહીં કરવાની ધમકી આપી હોબાળો કર્યો હતો . ટોળાએ ડિવાઇડર પર લગાવેલા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને મહિલા કાઉન્સિલર સ્નેહલ પટેલના પોસ્ટરોને લાકડીઓ મારી ફાડી નાખ્યા હતા . ઘટના અંગેની જાણ સ્નેહલ પટેલને થતા તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા . બીજી તરફ મકરપુરા પોલીસ પણ દોડી જઇ બે યુવકોને ત્યાંથી પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા . પી . આઈ વિજય મહિડાએ જણાવ્યું હતું કે બજરંગ દળ અને મહિલા કાઉન્સિલર સામસામે આવી ગયા હતા . જોકે પોલીસે આ સંદર્ભે કોઈ કાર્યવાહી કરી ન હતી . પોલીસ પરવાનગી હોવા છતાં વરોધ મટકી ફોડ કાર્યક્રમ માટે ફરાસખાનાની કામગીરી સમયે કેટલાક યુવકો ત્યાં આવી વિરોધ કર્યો હતો . અમે પોલીસની પરવાનગી છે કહેવા છતાં બેનરો ફાડયા હતા . આ સંદર્ભે કાર્યવાહી કરાશે . > સ્નેહલ પટેલ , કાઉન્સીલર લારી હટાવવા બાબતે અગાઉ વિરોધ થયો હતો તાજેતરમાં જ સ્વામિનારાયણ મંદિર પાસે આવેલી પાલિકાની જગ્યામાં લારી અને શેડને દબાણ શાખાની ટીમે હટાવતા વિરોધ થયો હતો . ભાજપના નેતા અલ્પેશ લીમ્બાચીયા અને મેયર કેયુર રોકડિયા વચ્ચે બોલાચાલી થઈ હતી . તેની રીસ રાખી વિરોધ કરાયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.