શિશુ સેવા કલ્યાણ મંડળ સંચાલિત બહેરા મૂંગા વિદ્યાલય વિદ્યાલયનું નામકરણ કળશ પૂજન તથા ઉદઘાટન સમારોહ યોજાયો.
શિશુ સેવા કલ્યાણ મંડળ સંચાલિત બહેરા મૂંગા વિદ્યાલય વિદ્યાલયનું નામકરણ કળશ પૂજન તથા ઉદઘાટન સમારોહ યોજાયો.
ઉત્તર ગુજરાતમાં પ્રથમ એવા શ્રીમતી હીરાબેન નરસિંહભાઈ પટેલ દિવ્યાંગ બધિર તાલીમ કેન્દ્રનું પણ ઉદઘાટન..
દિવ્યાંગ બધિર વિદ્યાર્થીઓને પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ આપી કૌશલ્ય વધારી સ્વનિર્ભર બનાવવાનો ઉદ્દેશ... વડીલોએ શિક્ષણનું મહત્વ સમજાવ્યું. સામાજિક ન્યાયિત્વ નિભાવવાનો અવસર મળ્યો છે.... ભૂતકાળથી માંડી આજ દિવસ સુધી સંસ્થાની ઉત્કૃષ્ટ કામગીરી જોતાં દાનની પ્રેરણા મળી.... :- દાતાશ્રીઓ
શ્રીમદ્ ભગવત ગીતાની સાંસ્કૃતિક કૃતિએ દાતાશ્રીઓ મહેમાનશ્રીઓ તથા આમંત્રિતોને અભિભૂત કર્યા.
શિશુ સેવા કલ્યાણ મંડળ સંચાલિત શ્રીમતી રૂપાબેન લાધાભાઈ શાહ દિવ્યાંગ બધિર વિદ્યાલય પ્રાથમિક વિભાગનું નામકરણ અને કળશ પૂજન તથા ડૉ. ચીમનભાઈ અને મધુબેન સી. પટેલ બહેરા મૂંગા વિદ્યાલય માધ્યમિક વિભાગના નવીન મકાન નો ઉદ્ઘાટન સમારોહ તાજેતરમાં યોજાયો. ઉત્તર ગુજરાતની એકમાત્ર દિવ્યાંગ બધિર વિદ્યાલયથી વિસ્તારના દિવ્યાંગ બધિર તેમજ વંચિતોને લાભ મળશે.
શિશુ સેવા કલ્યાણ મંડળ, હિંમતનગર આયોજિત આ કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લાના સાંસદ દીપસિંહજી રાઠોડ, ઉદઘાટક નરસિંહભાઈ કે. દેસાઈ, ડૉ યોગેન્દ્ર પ્રસાદ અગ્નિહોત્રી (અગ્નિહોત્ર આશ્રમ,રાયગઢ) દાતાશ્રી રસિકભાઈ રાધાભાઈ શાહ, ડૉ. ચીમનભાઈ પટેલ, બાલકૃષ્ણ એમ. ઠક્કરની પ્રેરક ઉપસ્થિતિ રહી.
દિવ્યાંગ બધિર વિદ્યાર્થીઓના શૈક્ષણિક ઉત્થાન માટે ચાલતી આ સંસ્થામાં કાર્યરત પ્રમુખ ડૉ. ચીમનભાઈ પટેલ, ઉપપ્રમુખ સી.સી. શેઠ, સુરેશભાઈ શાહ, મંત્રી ભાનુભાઇ ભટ્ટ, ખજાનચી પ્રવીણભાઈ પાઠક ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ એમ. પટેલ હરખચંદભાઈ શાહ (મુંબઈ), નાથાભાઈ પટેલ, ગોરધનભાઈ પટેલ, પ્રવીણભાઈ પ્રજાપતિ, રમેશભાઈ શાહ (મુંબઈ) મિતેશભાઈ ભટ્ટ તથા કેમ્પસ ડાયરેક્ટર ભીખાભાઈ પટેલ, ઇન્ચાર્જ આચાર્ય રાજેશભાઈ રાઠોડે કાર્યક્રમને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.