પરીક્ષામાં ચોરી પકડાય તો વિદ્યાર્થી ઉપરાંત કોલેજ સામે પણ કાર્યવાહી કરો
29મીએ સિન્ડિકેટ; પરીક્ષા ચોરીમાં કોલેજ સામે શું પગલાં લેવા તેનો કોઈ નિયમ જ ન બનાવ્યો!
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 29મીએ સવારે 11.30 કલાકે સિન્ડિકેટની બેઠક મળવાની છે પરંતુ મિટિંગ મળે તે પહેલા જ સિન્ડિકેટ માટે કરાયેલી જુદી જુદી દરખાસ્તને કારણે ચર્ચા જાગી છે. જેમાં સૌથી મહત્ત્વની દરખાસ્ત એ કરવામાં આવી છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ અગાઉ કોલેજોમાં લેવાતી પરીક્ષામાં સીસીટીવી ફૂટેજ લાઈવ કરવાની જાહેરાત તો કરી હતી પરંતુ તેના નિયમો નક્કી કરવાનું સત્તાધીશો ભૂલી ગયા હતા. હવે પરીક્ષામાં ચોરી કરતા કોઈ વિદ્યાર્થી પકડાય તો કોલેજની પણ જવાબદારી નક્કી કરવા અને તેની સામે પણ પગલાં લેવા સહિતના નિયમો બનાવવા સિન્ડિકેટ સભ્ય ડૉ. ધરમ કાંબલિયાએ દરખાસ્ત કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.