કપડવંજ થી દેવ જૂનો રૂટ પુન ચાલુ કરવા માટે ધારાસભ્ય માનસીહ ચૌહાણ રજૂઆત કરી - At This Time

કપડવંજ થી દેવ જૂનો રૂટ પુન ચાલુ કરવા માટે ધારાસભ્ય માનસીહ ચૌહાણ રજૂઆત કરી


છેલ્લા ઘણા સમયથી કપડવંજ વાયા વિરણીયા ભાખલા રૈયોલી એસટી બસ ચાલુ હતી પરંતુ કોક સંજોગો વસાત ઘણા સમયથી એસટી બસ બંધ હોય તે એસ.ટી ને પુનઃ ચાલુ કરીને દેવથી આગળ લંબાવીને શહેરા સુધી લંબાવવા માટે 121 બાલાસિનોર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય શ્રી માનસિંહ ચૌહાણ સાહેબે વાહન વ્યવહાર મંત્રીને મૌખિક તેમજ લેખિત રજૂઆત કરી છે અને રજૂઆતને વાહન વ્યવહાર મંત્રી શ્રી યે ઘટતું કરી આપવા માટે હૈયા ધારણ આપી હતી
કપડવંજ થી વાયા વણજારીયા, પાંખીયા, રેલીયા, સુંણદા, ઘઉંઆ ભૂતિયા, વિરણીયા, ભાંથલા, રૈયોલી (ડાયનાસોર), સુતારીયા, દેવચોકડી થઇ કોઠંબા તથા કપડવંજ થી કોઠબા બસ પુનઃ ચાલુ કરવા તથા રૂટ શહેરા સુધી લંબાવવા બાબતે આપશ્રીના તા.૨૪/૦૨/૨૦૨૩ના પત્રથી કરેલ ભલામણ પરત્વે નિયમોનુસારની કાર્યવાી કરવા મેનેજીંગ ડીરેક્ટરશ્રી ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ)ને જણાવેલ છે.

રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.