વોર્ડ નં. 11માં શ્રીહરી સોસાયટીમાં મિલન વેકરિયાએ જૂના બિલ્ડિંગ પાસે જ ગેરકાયદે નવી બિલ્ડિંગ ઊભી કરી હતી - At This Time

વોર્ડ નં. 11માં શ્રીહરી સોસાયટીમાં મિલન વેકરિયાએ જૂના બિલ્ડિંગ પાસે જ ગેરકાયદે નવી બિલ્ડિંગ ઊભી કરી હતી


સૂચિતમાં બનેલી જયકિશન સ્કૂલનું થશે ડિમોલિશન: નળ કનેકશન કપાયાં, વીજમીટર કાઢવા PGVCLને પત્ર લખાયો.

રાજકોટ શહેરમાં ગેરકાયદે બાંધકામો સૌથી મોટું દુષણ બન્યું છે. ટી.પી. શાખાના પૂર્વ અધિકારી મનસુખ સાગઠિયા અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીને રાજકોટમાં ગેરકાયદે બાંધકામોમાં એટલી ફાવટ આવી ગઈ હતી કે પોતાની મિલકતોમાં પણ ગેરકાયદે બાંધકામો કરવામાં ચૂક્યા ન હતા. અનેક બાંધકામોને ડિમોલિશનની નોટિસ અપાયા બાદ સેટિંગ થઈ જતા હતા પણ હવે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ રાજકોટમાં આ સમસ્યા જડમૂળથી દૂર કરવા માટે ગેરકાયદે બાંધકામો દૂર કરવા માટે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો છે. જે અન્વયે સૌથી પહેલા શાળા અને વાણિજ્યિક એકમો પર કાર્યવાહી થઈ રહી છે. આ માટે વેસ્ટ ઝોન ટી.પી. શાખાએ જયકિશન સ્કૂલનું નળ કનેકશન કાપી ડિમોલિશનની તૈયારી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.