પાર્ટનરે કંપનીના ખાતામાંથી 1. 91 કરોડ ટ્રાન્સફર કરી લીધા.
વડોદરાના મુજમહુડા વિસ્તારમાં સોફ્ટવેર કન્સલટિંગનું કામ કરનાર બે ભાગીદારો પૈકીના એક ભાગીદારે બે જ મહિનાના ગાળામાં જોઇન્ટ બેન્ક એકાઉન્ટમાંથી રૃ . ૧. ૯૧ કરોડ ટ્રાન્સફર કરી લેતાં તેની સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે . સયાજીગંજની નટરાજ ટાઉનશિપમાં રહેતા સુનિલ ભાલેકરે પોલીસને કહ્યું છે કે , મારા મિત્ર મુકેશ રોય મારફતે રોનક પ્રવિણભાઇ પટેલ ( એચ વિન્ગ - ડ્રીમ આત્મન , વડસર ) સાથે પરિચય થયા બાદ તા . ૨૧-૫-૨૨ના રોજ અમે મુજમહુડા ખાતે સિગ્નેટ હબમાં થિન્ક ટેન્ક યુનિવર્સલ નામની સોફ્ટવેર કન્સલટન્સી ઓફિસ શરૃ કરી હતી . સુનિલ ભાલેકરે કહ્યું છે કે , આ માટે અમે બંને પાર્ટનરે નોટરી મારફત શરતો કરી હતી કે , બંને પાર્ટનરે એક બીજાની સંમતિ વગર કોઇ લેવડ દેવડ નહિં કરવી અને બેન્ક એકાઉન્ટ મારફતે જ વ્યવહારો કરવા . અમારી કંપનીને ગ્લોબેક્સ કોર્પોરેશન મારફતે કોન્ટ્રાકટ મળ્યો હતો . જે પેટે ગ્લોબેક્સ કોર્પોરેશને અમારા ડીબીએસ બેન્ક જૂનાપાદરા રોડ અને એક્સિસ બેન્ક તરસાલીના ખાતામાં કુલ રૃ . ૨. ૮૯ કરોડ જમા કરાવ્યા હતા . લાઈક પરંતુ ત્યારબાદ તા . ૨૬-૭-૨૨ના રોજ રોનક પટેલે મારી જાણ બહાર કુલ રૃ . ૧. ૯૧ કરોડ તેના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા . તેણે ઓફિસે આવવાનું બંધ કર્યું હતું અને ફોન પણ ઉપાડતા નહતા . તપાસ દરમિયાન કંપનીનો મોબાઇલ અને મહત્વના ડેટા પણ પેનડ્રાઇવમાં તેઓ લઇ ગયા હોવાનું જણાઇ આવ્યું હતું . જેથી જે પી રોડ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.