ડો. બાબા સાહેબ અમર થઇ ગયા, પણ તેમના વિચારો દફન થઇ ગયા...! - At This Time

ડો. બાબા સાહેબ અમર થઇ ગયા, પણ તેમના વિચારો દફન થઇ ગયા…!


*"ડો. બાબા સાહેબ અમર થઇ ગયા, પણ તેમના વિચારો દફન થઇ ગયા...!"*

કેટલું સંઘર્ષમય જીવન! કદાચ ડો. બાબા સાહેબ જેટલો સંઘર્ષ ભારતભર માં કોઈ એ કર્યો જ નથી. તેઓ જિંદગી બીજા માટે જ જીવ્યા, જ્ઞાન નો ભંડાર અને બંધારણ ના ઘડવૈયા જેઓ એ બંધારણ ઘડવામાં જે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ રાત - દિવસ એક કરી ને વિશ્વ નું સૌથી મોટું હસ્તલિખિત બંધારણ ની ભેટ ભારતીય નાગરિકો ને આપનાર, ભારતરત્ન ડો. બાબા સાહેબ ભારત ની એ તમામ બાબતો માં અમર થઇ ગયા જ્યાં બંધારણ નો ઉપયોગ થાય છે એટલે કે સંપૂર્ણ ભારત 'બંધારણ' ને આધીન છે.

*ડો. બાબા સાહેબ આંબેડકરે શું કર્યું તમારા માટે વિચારો?*

*• નાદુરસ્ત તબિયત હોવા છતાં બંધારણ લખ્યું.*
*• ભારતીય મહિલાઓ ને "હિન્દુકોડ બિલ" ની ભેટ.*
*• મહિલાઓ ને પ્રસુતિ ની રજા.*
*• કામ ના 12 કલાક ના 8 કલાક ની દેન.*
*• સમાનતા નો અધિકાર.*
*• શિક્ષણ નો અધિકાર.*
*• અનુસૂચિત જાતિ અને જન જાતિઓ ને સમ્માન અને અનામત ની અમૂલ્ય ભેટ.*
*• આભળછેટ નાબૂદી માટે* *(એટ્રોસિટી એક્ટ)*
*• સામાજિક જાગૃતતા માટે ચાર દીકરાઓ નું બલિદાન.*
*• વ્હાલી રમા નો વિરહ.*
*• સમાજ ના લોકો માટે અપમાન સહન કર્યા.*
*• 5000 વર્ષ ની ગુલામી માંથી મુક્ત કરવા એકલા લડ્યા.*
*• ભારતીય રિઝર્વ બેંક ની દેન*
*• લઘુતમ વેતન ધારો.*
*• સરકારી નોકરીમાં સમાન હક.*
*• મહિલા અનામત.*

ડો. બાબા સાહેબ સાથે અત્યાચાર થયા છે તેના પુરાવા છે, પરંતુ બાબા સાહેબ રાષ્ટ્રપ્રેમી હતા તેઓ એ ક્યારેય કોઈ સાથે અન્યાય નથી કર્યો, સર્વશ્રેષ્ઠ બંધારણ એજ રાષ્ટ્રપ્રેમ ની સાબિતી છે. પરંતુ ભારત માં "ડો. બાબા સાહેબ આંબેડકર" ને માત્ર દલિત નેતા તરીકે ઓળખ આપી તેમનું હળાહળ અપમાન કરેલું જોવા મળે છે.

ડો. બાબા સાહેબ ના વિચારો તેમના પુસ્તકો અને લખાણ પરથી જાણી શકાય છે, તેઓ કેવું ભારત ઇચ્છતા હતા અને પીડિતો, શોષિતો, ગરીબ, લઘુમતી અને મહિલાઓ માટે ભગીરથ કાર્ય કરી ને સમ્માનભેર જીવન જીવતા કર્યા. પરંતુ દુઃખ ની વાત છે કે એ મહા - પુરુષ નું બલિદાન ને આજે લોકો માત્ર અમુક દિવસે યાદ કરી ને માર્યાદિત બનાવી દીધું છે.

ડો. બાબા સાહેબ ના ચાહકો ની સંખ્યા લખો માં જોવા મળે છે પણ તેમના વિચારો ને દિલ થી અનુસરવા વાળા ની સંખ્યા જૂજ જોવા મળે છે.

*• વિચારો નું દફન*

*1. ડો. બાબા સાહેબ આંબેડકર ને હજી સુધી રાષ્ટ્રીય નેત તરીકે ની ખ્યાતિ આપવા કેમ હિચકિચાટ થાય છે ?*

*2. બાબા સાહેબ દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલા અત્યાચાર નાબૂદી માટે કાયદા બનાવ્યા, શું તે કાયદા નું ચુસ્તપણે અને યોગ્ય પાલન થાય છે?*

*3. અછુતો માટે પોતાના વહાલસોયા ચાર દીકરા ખોયા, વ્હાલી રમા ને ખોય, સામાજિક, રાજકીય અને આર્થિક સમાનતા માટે બંધારણ લખ્યું પરંતુ આઝાદીના 75 વર્ષ બાદ પણ ભારત આભળછેટ મુક્ત ના બની શક્યું.*

*4. બાબા સાહેબે કામના 12 કલાક ને 8 કલાક કરાવવા માટે લડત કરી કર્મચારીઓ ને 8 કલાકની ભેટ આપી પરંતુ ખાનગી કારણ માં શોષણ ની કોઈ હદ નથી.*

*5. બાબા સાહેબ મહિલા ના વિકાસ માં જ સમાજ નો વિકાસ ગણતા હતા પરંતુ અત્યારે મહિલા નું શોષણ થઇ રહ્યું છે. અને રબર સ્ટેમ્પ બનાવી દેવાય છે.*

*6. ટૂંક માં ડો. બાબા સાહેબ ને પાઠ્યપુસ્તક માં વાંચીએ છીએ, ભારતરત્ન થી સમ્માનિત કરી મહાન બનાવી દીધા પણ મહા - માનવ ના અમૂલ્ય વિચારો ને આજે દફનાવી દીધેલા જોઈ શકાય છે.*

*ડો. બાબા સાહેબ આંબેડકર માત્ર ભારતમાં જ નહિ વિશ્વભર માં "SYMBOL OF KNOWLEDGE" તરીકે ની ખ્યાતિ ધરાવે છે. હજી આવનારા 100 વર્ષ સુધી તેમના જેવું વ્યક્તિત્વ આખી દુનિયાના કોઈપણ ખૂણા માં જોવા નહિ મળે.*

અંતે એટલુંજ કહીશ કે માત્ર એક દિવસ પૂરતું ડો. બાબા સાહેબ નું નામ લેવાનું નથી કે માત્ર બોલવા ખાતર જ જય ભીમ બોલવાનું નથી, સાચા દિલ થી બાબા સાહેબ ને સમજીને તેમના વિચાર અને અધૂરા સ્વપ્ન ને સાકાર કરવાનું છે, તો જ બાબા સાહેબ નું બલિદાન ફળશે.

*નટવરભાઈ મકવાણા (નમમ)*
*(ઓડિટર,ગુજ.રા.પ્રા.શિ ઉત્કર્ષ મંડળ(SC/ST)*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.