સરકારશ્રીની સૂચના મુજબ આજે 25મી જૂનના રોજ શ્રી પ્રમુખસ્વામી વિદ્યાલય, બોટાદ ખાતે શાળા પ્રવેશોત્સવ - At This Time

સરકારશ્રીની સૂચના મુજબ આજે 25મી જૂનના રોજ શ્રી પ્રમુખસ્વામી વિદ્યાલય, બોટાદ ખાતે શાળા પ્રવેશોત્સવ


સરકારશ્રીની સૂચના મુજબ આજે 25મી જૂનના રોજ શ્રી પ્રમુખસ્વામી વિદ્યાલય, બોટાદ ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન ડાયરેક્ટર ઓફ ફિશરીઝ શ્રી નીતિન સાંગવાન ની અધ્યક્ષતામાં સંપન્ન થયો, જેમાં બાળકો દ્વારા મનુષ્ય તું બડા મહાન હૈ... તથા સ્વાગત ગીત અભિનય સાથે રજૂ કરેલ, શાળામાં ધો. 3 થી 8 માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ બાળકો, NMMS તથા પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષામાં બેસ્ટ પરફોર્મન્સ કરનાર બાળકોનું મહેમાનશ્રી દ્વારા સન્માન કરાયું હતું, આંગણવાડી તથા પહેલા ધોરણમાં પ્રવેશ લીધેલ બાળકોને જાયંટ્સ ગ્રુપ ઓફ બોટાદની કીટ તથા ગણપતભાઇ ડાભીએ સ્કૂલ બેગ આપી પ્રવેશ અપાયો હતો, આ પ્રસંગે મુખ્ય અતિથિ શ્રી સાંગવાન સાહેબે ઉદ્બોધન દરમ્યાન શાળાના નયનરમ્ય પ્રાકૃતિક વાતાવરણ તથા વક્તવ્ય રજૂ કરેલ કિંજલ રાઠોડ, ઉર્વિશા ચૌહાણના ભરપેટ વખાણ કર્યા હતા, તેમજ પહેલા ધોરણનો વર્ગ જોઈ પોતાની ખુશી વ્યક્ત કરી હતી, આ પ્રસંગે શહેરના પ્રથમ નાગરિક એવમ તથા નગરપાલિકા પ્રમુખ શ્રી અલ્પાબેન સાબવા, શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન શ્રી દિલીપભાઈ જોષી, શહેર ભાજપ પ્રમુખ શ્રી ચંદુભાઈ સાવલિયા, શાસનાધિકારી શ્રી ડી બી રોય, જાયંટ્સ મેમ્બર્સ, શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય મયૂરધ્વજસિંહ ભાટીની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વાલીઓ પણ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.