સચિને વર્લ્ડકપ 1983ની જીતને યાદ કરી શેર કરી પોતાની ઉજવણીની તસવીર - At This Time

સચિને વર્લ્ડકપ 1983ની જીતને યાદ કરી શેર કરી પોતાની ઉજવણીની તસવીર


25 જૂન ભારતીય ક્રિકેટ ઇતિહાસની સુવર્ણ તારીખ છે. ભારતે 1983માં આ દિવસે પ્રથમ ક્રિકેટ વર્લ્ડકપ જીત્યો હતો. કપિલ દેવની કેપ્ટન્સી ધરાવતી ટીમ ઇન્ડિયાની આ જીત અશક્ય હતી. ક્રિકેટ પ્રેમીઓ જ નહી ભારત વાસીઓએ વર્લ્ડ ચેમ્પિયન બનવાની ઉજવણી કરી હતી.  સચિન તેંડુલકરે પોતાની પોસ્ટ સાથે 2 તસવીર શેર કરી છે જેમાં પ્રથમ તસવીર વર્લ્ડકપ ટ્રોફી ઉઠાવતા કેપ્ટન કપિલ દેવ અને સાથીઓની છે જ્યારે બીજી તસવીરમાં સચિન પોતાના ભાઇના ખભા પર બેસીને જીતની ઉજવણી કરી રહ્યો છે.

ભારતે 25 જૂન 1983માં બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝને હરાવીને વર્લ્ડકપ જીત્યો હતો. આ જીત બે કારણે મહત્વપૂર્ણ હતી. પ્રથમ તો આ કે આપણે ક્રિકેટમાં પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. બીજી આ કે ભારતે ફાઇનલમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવ્યુ હતુ, જેને આખી દુનિયા ચેમ્પિયન તરીકે જોઇ રહી હતી. આ કારણે કપિલ દેવની ટીમ ઇન્ડિયાની આ જીત ભારતીય બાળકો અને યુવાઓ માટે પ્રેરણાસ્ત્રોત બની ગઇ હતી.

સચિન તેંડુલકરે ભારતીય જીતની વર્ષગાંઠ પર પોતાના ફેસબુક પોસ્ટમાં આ વાત લખી છે. માસ્ટર બ્લાસ્ટરે લખ્યુ, તમારા જીવનમાં કેટલીક ક્ષણ પ્રેરિત કરે છે અને સપના જોવાનો ઉત્સાહ આપે છે. વર્ષ 1983માં આજના દિવસે જ આપણે પ્રથમ વખત વર્લ્ડકપ જીત્યા હતા. હું ત્યારે જાણી ગયો હતો કે મારે ભવિષ્યમાં શું કરવુ હતુ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon