હવે વીજ બીલમાં ડામ : એક જ ઝાટકે ફયુઅલ સરચાર્જમાં 25 પૈસાનો વધારો ઝીંકાયો - At This Time

હવે વીજ બીલમાં ડામ : એક જ ઝાટકે ફયુઅલ સરચાર્જમાં 25 પૈસાનો વધારો ઝીંકાયો


મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતાને વધુ એક ડામ આવ્યો છે વીજ તંત્ર દ્વારા ફયુઅલ સરચાર્જમાં એક જ ઝાપટકે રપ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દર ત્રણ મહિને ફયુઅલ ચાર્જમાં બદલાવ કરવામાં આવતો હોય છે. 25 પૈસાનો વધારો 1લી જુલાઇથી લાગુ પડશે જેને પગલે વિજ ગ્રાહકોના બીલમાં નોંધપાત્ર વધારો થવાની આશંકા છે. ગુજરાતની તમામ સરકારી વિજ કંપનીઓને આ વધારો લાગુ પડશે. ગુજરાતમાં કુલ 1.75 કરોડ વીજ ગ્રાહકો છે તેમના પર 300 કરોડનો બોજ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વિજ ગ્રાહકો પર 130 કરોડનો બોજ પડવાનો વિજ તંત્રના સુત્રોએ જણાવ્યું છે.
9879405838


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.