ધંધુકા હાઇવે પર ચારમાર્ગીય કામની ગોકળ ગતિ થી સ્થાનિકો પરેશાન ધંધુકા તાલુકા વિકાસ મંચ ના મંત્રી નવીનભાઈ ઠક્કર દ્વારા લેખિત રજુઆત કરાઈ
ધંધુકા હાઇવે પર ચારમાર્ગીય કામની ગોકળ ગતિ થી સ્થાનિકો પરેશાન
ધંધુકા તાલુકા વિકાસ મંચ ના મંત્રી નવીનભાઈ ઠક્કર દ્વારા લેખિત રજુઆત કરાઈ
ભાવનગર અમદાવાદ હાઇવે રોડ પહોળો બનાવવા કામગીરી ચાલી રહી છે જે ખુશી ની વાત છે.વિકાસ ના કામોથી લોકો માં ખુશી છે.પણ...વૈષ્ણવ સોસાયટી પાસે ના હાઇવે પર રોડ પહોળો બનાવવાની ખોદાણ કામગીરી માં પાણી ની મેઈન લાઈનો અમુક અમુક જગાએ તૂટી જતા જેની મરામત માટે ઊંડા ઊંડા ખાડાઓ અને ખોદાણ ની માટી ના ગંજ ખડકાયેલા છે.દિવસોથી આ ખાડા અને માટી ના ગંજ..અકસ્માત નું કારણ બની શકે. આજુ બાજુ અને અન્ય વિસ્તાર, હોસ્પિટલે..સ્કૂલે જતા
બાળકો મોટે ભાગે અહીંથી પસાર થાય છે.એક તો હાઇવે રોડ નો ટ્રાફિક...અનેક ની અવર જવર નો અતિ અગત્યનો
રોડ..તેમજ બાજુમાં બજાર સમિતિ. માર્કેટ યાર્ડ માં ચીજ વસ્તુ ના વેચાણ = માટે આવતા ટ્રેકટરો..વાહનો. ત્યાં ઊંડા ખાડા અને માટીના ગંજ ને કારણે આવતા જતા લોકો વાહનોને એટલા માં! સંકડાશ થી સ્પેસ ઓછો મળતા અનેક લોકોને મુશ્કેલી તો પડી રહી છે સાથે અકસ્માત નો ભય મોટો છે.ખોદાણ થી પાઈપ લાઈન તૂટે જે સ્વાભાવિક...અને
તેની મરામત અને મરામત થી પાણી -પાઇપ લાઈન લીકેજ નથી ને? જે ટેસ્ટ..ચેકીંગ માટે સમય જાય જે પણ સ્વાભાવિક...પણ ભારે ટ્રાફિક અને રહીશો ના ઇલાકા વિગેરે ની ગંભીરતા - સમજી આવા વિસ્તાર નું કામ યુધ્ધ ના - ધોરણે..વિના વિલંબે થવું જોઈએ જે - નથી થઈ રહ્યું. આ બાબતે ધંધુકા તાલુકા વિકાસ મંચ ના માનદ મંત્રી નવીનભાઈ ઠક્કરે તંત્ર નું ધ્યાન દોર્યું છે.
રીપોર્ટર સી કે બારડ
મો 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.