જાણો જસદણ તાલુકાના આટકોટ ના વીરબાઈ માં ની જગ્યા વિશે - At This Time

જાણો જસદણ તાલુકાના આટકોટ ના વીરબાઈ માં ની જગ્યા વિશે


જસદણ ના આટકોટ માં વીરબાઈ મા વિશે થોડી વિશેષ માહિતી આપની સમક્ષ રજુ કરું છું,
રઘુવંશી સંત શિરોમણી પ.પુ જલારામબાપા ના ધર્મપત્ની પૂ. વીરબાઈ મા નું જન્મસ્થાન રાજકોટ જિલ્લાના જસદણ તાલુકા ના નાનકડા એવા આટકોટ ગામ માં આવેલું છે. . પૂ પ્રાગજીબાપા સોમૈયા ના દીકરી એટલે પૂ.વીરબાઈ મા, નાનપણ થી જ રામ નામ માં
લીન એવા જલારામ બાપા ની ભક્તિ,ભજન અને ભોજન કાર્ય માં પૂ. વીરબાઈમા સતત સાથ આપતા રહ્યા,પૂ વીરબાઈમા પોતાના હાથે અનાજ સાફ કરી,ઘંટી એ પોતાના હાથે અનાજ દળી ને સાધુ સંતો,યાત્રિકો અને ભૂખ્યા ને ભોજન જમાડતા,સાધુસંતો ની સેવા કરતા..
એકવાર ખુદ ભગવાન વૃદ્ધ સાધુના સ્વરૂપે આવ્યા,અને પોતાની સેવા કરવા માટે વીરબાઈ ની માંગણી કરી, પૂ.બાપા એ પૂ. મા નો હાથ ભગવાન માં હાથ માં સોંપી દીધો..પૂ.બાપા અને મા ની આકરી કસોટી કરી..પૂ.બાપા અને મા આ કસોટી માંથી પણ પાર ઉતરી ગયા, બાપા ની ભકિત અને મા નું સતી સ્વરૂપ આગળ ભગવાન ને પણ કસોટી કરવી ભારે પડી ગઈ,છેલ્લે પ્રસાદી માં જોળી અને ધર્મ દંડ(ધોકો) પ્રસાદી માં આપી ને ભગવાન અદ્ર્શ્ય થઈ ગયા, આ જોળી ધોકો આજે પણ વીરપુર મંદિર માં પૂજા માં રાખવા માં આવ્યો છે...પૂ.વીરબાઈ મા અને પૂ બાપા ના ચરણોમાં કોટી કોટી વંદન.
*મારું નામ :નીતિન સોમૈયા*
અમારી પેઢી ના નામ આ પ્રમાણે છે .

૧)શુભ (મારો પુત્ર)
૨)નીતિનભાઈ, (ભાઈ )આશિષભાઈ
૩)જયંતીલાલ, કાંતિભાઈ, પ્રભુદાસભાઈ
૪)કેશવજીભાઇ,છગનભાઈ,અમૃતલાલભાઈ,છોટુભાઈ
૫)નાગજીબાપા
૬)નથુબાપા
૭)પ્રાગજીબાપા...ના દીકરી એટલે વીરબાઈમા
૮)દેવરાજબાપા
વીરબાઈમા નું જન્મસ્થાન ની જગ્યા એ સમય માં દેવરાજબાપા ના ડેલા તરીકે ઓળખાતું..
હાલ માં જસદણ ના સંત પૂ હરિરામ બાપા ની પ્રેરણા અને આશિર્વાદ થી આટકોટ મુકામે અખંડ રામધૂન અને ભોજન પ્રસાદ ઘણા વર્ષો થી ચાલી રહ્યા છે..
પૂ.જલારામબાપા,પૂ.વીરબાઈ મા અને પૂ.હરિરામ બાપા ના ચરણો મા શત શત નમન:
જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડો,
રીપોર્ટ રસીક વીસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.