લેન્ડ ફોર જોબ કેસમાં EDની પૂરક ચાર્જશીટ:લાલુ, તેજસ્વી સહિત 11 આરોપી બનાવાયા; 13 ઓગસ્ટે સુનાવણી થશે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ લેન્ડ ફોર જોબ કેસમાં પૂરક ચાર્જશીટ રજુ કરી છે. દિલ્હીના રાઉઝ એવન્યુની સ્પેશિયલ કોર્ટમાં રજુ કરવામાં આવેલી આ ચાર્જશીટમાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવ અને પૂર્વ ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવ સહિત 11 લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. આ સાથે જ તપાસ એજન્સી દ્વારા 96 નવા દસ્તાવેજો પણ રજૂ કરવામાં આવ્યા છે. વિશેષ જજ વિશાલ ગોગનેએ ચાર્જશીટ અને દસ્તાવેજોની ચકાસણી માટે 13 ઓગસ્ટના રોજ કેસને લિસ્ટ કર્યો છે. એટલે કે હવે આ કેસની આગામી સુનાવણી 13મી ઓગસ્ટે થશે. પ્રથમ સપ્લીમેન્ટરી ચાર્જશીટ જાન્યુઆરીમાં રજુ કરવામાં આવી હતી
આ પહેલા ED દ્વારા 7 મહિના પહેલા જાન્યુઆરીમાં પ્રથમ સપ્લીમેન્ટરી ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. તે દરમિયાન લાલુ યાદવની પુત્રી હેમા યાદવને પણ આરોપી બનાવવામાં આવી હતી. હેમા યાદવ ઉપરાંત રાબડી દેવી, મીસા ભારતી, અમિત કાત્યાલ, હૃદયાનંદ ચૌધરી સહિત કુલ સાત લોકોને સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં આરોપી બનાવવામાં આવ્યા છે, જો સૂત્રોનું માનીએ તો તેમાં બે કંપનીઓ પણ સામેલ છે, જેમના નામ નથી હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યા નથી. જાન્યુઆરી 2024માં લાલુ-તેજસ્વીની પૂછપરછ કરવામાં આવી હતી
લેન્ડ ફોર જોબ કેસમાં EDની દિલ્હી અને પટના ટીમના અધિકારીઓએ જાન્યુઆરી 2024માં લાલુ અને તેજસ્વીની 10 કલાકથી વધુ પૂછપરછ કરી હતી. EDએ 29 જાન્યુઆરીએ લાલુ યાદવની 10 કલાક સુધી પૂછપરછ કરી હતી. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર લાલુ પ્રસાદને 50થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તેમણે મોટે ભાગે હા કે નામાં જવાબ આપ્યો. 30 જાન્યુઆરીએ તેજસ્વીની લગભગ 10-11 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. લાલુના નજીકના સંબંધીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા
9 માર્ચ, 2023ના રોજ, લેન્ડ ફોર જોબ કૌભાંડ કેસમાં, EDએ દિલ્હી, મુંબઈ, નોઈડા અને પટનામાં લાલુ યાદવના નજીકના સહયોગીઓના 15 સ્થળો પર દરોડા પાડ્યા હતા. લાલુ યાદવની ત્રણ પુત્રીઓ હેમા, રાગિણી અને ચંદા પણ દરોડામાં નિશાન પર હતી. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં તેના ઘરો પર દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડા પછી EDની ટીમે કહ્યું હતું કે લાલુના સંબંધીના ઘરે 16 કલાક સુધી સર્ચ કર્યુ હતું. સર્ચ કર્યા બાદ EDએ અહીંથી 3 મોટા બોક્સમાં દસ્તાવેજો લઈ ગઈ હતા. આ દસ્તાવેજ ગાઝિયાબાદ (યુપી)માં લાલુના સંબંધી જીતેન્દ્ર યાદવના ઘરેથી જપ્ત કરવામાં આવ્યા હતા. EDએ કહ્યું- લેન્ડ ફોર જોબ્સ કૌભાંડ 600 કરોડ રૂપિયાનું છે
લેન્ડ ફોર જોબ્સ કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કહ્યું હતું કે આ 600 કરોડ રૂપિયાનું કૌભાંડ છે. 350 કરોડના પ્લોટ અને 250 કરોડના વ્યવહારો થયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કેસમાં 24 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં એક કરોડની રોકડ મળી આવી છે. રેલવેના વિવિધ ઝોનમાંથી, ગ્રુપ ડીમાં ભરતી કરાયેલા 50% ઉમેદવારો લાલુ પરિવારના મતવિસ્તારમાંથી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.