રાહુલ-સોનિયા ગાંધીની પુછપરછ બાદ નેશનલ હેરાલ્ડની ઓફિસ સહિત 12 સ્થળોએ EDનો દરોડો - At This Time

રાહુલ-સોનિયા ગાંધીની પુછપરછ બાદ નેશનલ હેરાલ્ડની ઓફિસ સહિત 12 સ્થળોએ EDનો દરોડો


- કોંગ્રેસી સાંસદ ઉત્તર રેડ્ડીએ ઈડીની કાર્યવાહીને રાજકીય બદલો ગણાવ્યોનવી દિલ્હી, તા. 02 ઓગષ્ટ 2022, મંગળવારઈડીએ નેશનલ હેરાલ્ડ મામલે દિલ્હી અને કોલકાતા સહિત 12 સ્થળોએ દરોડો પાડ્યો છે. ઈડીએ નેશનલ હેરાલ્ડના દિલ્હી સ્થિત કાર્યાલયમાં પણ દરોડો પાડ્યો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ઈડીએ નેશનલ હેરાલ્ડ કેસ મામલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પુછપરછ કરી હતી. ઈડીની તે કાર્યવાહીના વિરોધમાં કોંગ્રેસે દેશભરમાં સત્યાગ્રહ કર્યો હતો. નેશનલ હેરાલ્ડ કાર્યાલયમાં કોઈ હાજર નહીંજાણવા મળ્યા મુજબ નેશનલ હેરાલ્ડના કાર્યાલયમાં સિક્યોરિટી ગાર્ડ સિવાય અન્ય કોઈ જ ઉપસ્થિત નહોતું. આ તરફ કોંગ્રેસી સાંસદ ઉત્તર રેડ્ડીએ ઈડીના દરોડાને ચોંકાવનારા ગણાવ્યા હતા. આ સાથે જ તેમણે ઈડીની કાર્યવાહીને રાજકીય બદલો ગણાવ્યો હતો. Delhi | ED raids are underway at multiple locations in Delhi pertaining to alleged National Herald money laundering case pic.twitter.com/fUmD1YxI9a— ANI (@ANI) August 2, 2022 આ પણ વાંચોઃ શું છે 'નેશનલ હેરાલ્ડ' કેસ ? આથી ગાંધી કુટુમ્બની મુશ્કેલી વધે તેમ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.