સમગ્ર ઝાલાવાડ તથા પ્રજાપતિ સમાજનું ગૌરવ સુરેન્દ્રનગરના નવયુવાન અભિષેક લખતરિયાનું ગૂગલમાં સિલેક્શન થયુ - At This Time

સમગ્ર ઝાલાવાડ તથા પ્રજાપતિ સમાજનું ગૌરવ સુરેન્દ્રનગરના નવયુવાન અભિષેક લખતરિયાનું ગૂગલમાં સિલેક્શન થયુ


સમગ્ર ઝાલાવાડ તથા પ્રજાપતિ સમાજનું ગૌરવ
સુરેન્દ્રનગરના નવયુવાન અભિષેક લખતરિયાનું ગૂગલમાં સિલેક્શન થયુ

ધ્રાંગધ્રા તાલુકાના મૂળવતની અને હાલ બેંગ્લોર શહેરમાં રહેતા “અભિષેક લખતરિયા” નામના યુવાનનું ગૂગલ જેવી વિશ્વની સર્વશ્રેષ્ઠ કંપનીમાં સિલેક્શન થયું છે. ખાસ વાત તો એ છે કે, અભિષેક લખતરિયા ધોરણ 12 સુધી ગુજરાતી મીડિયમમાં સરદાર પટેલ વિધ્યાલયમાં ભણ્યો હતો. જેના બાદ તેણે વિશ્વકર્મા એંજીન્યરિંગ કોલેજમાં માસ્ટર ડિગ્રી ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનમાં કંપ્લીટ કરી હતી. ગૂગલમાં ટોટલ પાંચ રાઉન્ડના ઇન્ટરવ્યૂમાં પાસ થયો છે અને ખૂબ સારું પેકેજ મળ્યું છે. અભિષેક ધોરણ 10 ધ્રાંગધ્રાની એમ.એમ.વિધ્યાલયમાં કર્યું હતું.

પોતાને મળેલી ઓફર વિષે જણાવતા કહે છે કે આના માટે પ્રેકટીકલ જ્ઞાન અને પ્રોગ્રામિંગ સ્કિલ્સ ખૂબ જ જરૂરી છે. પ્રોબ્લેમ સોલવિંગ એબિલિટિ પણ બહુ ઉપયોગી સાબિત થાય છે. હું પ્રોડક્ટ કંપનીમાં છેલ્લા ચાર વર્ષથી કામ કરતો હતો. મને તે અનુભવ ખૂબ જ કામમાં આવ્યો. મારા ગોલ સેટ હતા તેથી હું ઘણી બધી
ઓફર મેળવી સકયો. ગૂગલ સિવાય હું ઓલરેડી વિશ્વની બીજી ટોપમોસ્ટ કંપનીઑ ઇન્ટેલ, સ્યનોપ્સ્યસ, સેમસંગમાં સિલેક્ટ થઈ ગયો હતો. સતત મહેનત કરો અને સિખતા રહો તો એના રિજલ્ટ સારા મળે જ છે.

વઢવાણ રિપોર્ટર :- મકવાણા ગોવિંદભાઇ પી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.