સેણાદરીયા ગોરાડા પાસે અજાણ્યા વાહનની અડફેટે નીલ ગાય થઈ ઈજાગ્રસ્ત - At This Time

સેણાદરીયા ગોરાડા પાસે અજાણ્યા વાહનની અડફેટે નીલ ગાય થઈ ઈજાગ્રસ્ત


લુણાવાડા તાલુકાના સેણાદરીયા ગોરાડા નજીક આજરોજ વહેલી સવારે એક અજાણ્યા વાહનની અડફેટે નીલગાય ઈજાગ્રસ્ત થઈ હતી.આમ નીલ ગાય ઈજાગ્રસ્ત થતા સ્થાનિક લોકોના ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા.આમ નીલ ગાય વધુ ઈજાગ્રસ્ત થતા સ્થાનિક લોકો દ્રારા વન વિભાગ તેમજ પાદેડી રામપુર 1962 MVD GVK ટીમને પણ જાણ કરવામાં આવી હતી.જયારે વન વિભાગના કર્મચારીઓ તેમજ પાદેડી રામપુર થી 1962 MVD GVK ટીમના પાયલોટ વિરપાલસિહ સિસોદીયા દ્રારા યુદ્ધના ધોરણે ગાડી લઈ અને ઘટના સ્થળે આવી પહોચી હતી.અને નીલગાયને તપાસ હાથ ધરતા નીલગાય ત્રણ પગે ફેકચર થયા હતા.જેથી 1962 MVD GVKના ડૉક્ટર રાજેશભાઈ પગી દ્રારા નીલગાયને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.અને જ્યારે વનવિભાગ દ્રારા વધુ સારવાર અર્થ નીલગાયને લુણાવાડા ખાતે ખસેડવામાં આવી હતી.

ભીખાભાઈ ખાંટ
મહીસાગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon