દાંતા તાલુકાના પેથાપુર ગામે શીતળા માતા ના મંદિરે લોકોએ મનમુકીને દર્શન કર્યા
દાંતા તાલુકાના પેથાપુર ગામે શીતળા માતા ના મંદિરે લોકોએ મનમુકીને દર્શન કર્યા
ઉત્તર ગુજરાતમાં આવેલ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પેથાપુર ગામ આવેલ છે તે પેથાપુર ગામમાં. શીતળા માતાનું મંદિર વષો જુનુ નું આવેલું છે તે મંદિર નામદાર મહારાજા ધીરાજી મહારાણાજી શ્રી ભવાનીજી સિહજીસાહેબ બહાદુરે આ મંદિર નો જીણોદધાર કરાવીને નવેસરથી 1982 માં મંદિર નવીન બનાવેલ હતુ....... તેની પૂજા અર્ચના દાંતા ના બ્રાહ્મણ દ્વારા કરવામાં આવતી હોય છે દર વર્ષે શ્રાવણ માસના શ્રાવણ વદ સાતમના દિવસે શીતળા સાતમ તરીકે શીતળા સાતમનો મેળો ભરાય છે તે મેળામાં વિશાળ પ્રમાણમાં લોકો દર્શન માટે આવતા હોય છે અને દર્શનમાં માતાજીના દ્વારે શ્રીફળ અને સુખડી ચડાવતા હોય છે અને માતાજી દરેકની મનોકામના પૂર્ણ કરતા હોય છે
દાંતા તાલુકાના પેથાપુર ગ્રામ પંચાયત દ્વારા તલાટી કમ મંત્રીશ્રી. અને સરપંચ શ્રી દ્વારા અને તેઓની સમગ્ર પંચાયતના સદસ્યો દ્વારા. આ ગ્રામ પંચાયત હસ્તક આવેલી જગ્યા ઉપર ઓછા વત્તા નાણા લઈને જગ્યા આપવામાં આવે છે અને તે જગ્યા ઉપર લોકો મેળા માટે ધંધો કરવા માટે જગ્યા રાખતા હોય છે તે જગ્યાની સફાયના હેતુ માટે ગ્રામ પંચાયત ભડોર દ્વારા કરવામાં આવતું હોય છે. પેથાપુર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી ઉત્સાહી અને ઉમંગી અને નવયુવાન તલાટી શ્રી ખૂબ સારો વહીવટ કરે છે. તેવુ ગામ લોકોમાં ચર્ચાનો વિષય બનેલ છે. તેઓ શ્રી સમયસર અને ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અને પંચાયતના સદસ્યોને અને ગામના આગેવાનોને સાથે રાખીને વહીવટ કરતા હોય છે તેઓનો ખુબ ખુબ આભાર માને છે.
. દાંતા તાલુકામાં સૌથી મોટું મંદિર શીતળા માનું પેથાપુર મુકામે આવેલ છે તે પેથાપુર ગામમાં વીર મહારાજનું મંદિર પણ આવેલ છે અને શિવ નું મંદિર પણ તે વિસ્તારમાં આવેલ છે તે શિવનું મંદિર અંબાજી દેવા સ્થાન ટ્રસ્ટ દ્વારા પૂજા. અર્ચના. અને દેખરેખ રાખવામાં આવતી હોય છે.
પેથાપુર શીતળા માતાના મંદિરે વિશાળ પ્રમાણમાં લોકો દર્શન માટે ગયેલ હતા અને મેળામાં સૌથી વધુ આદિવાસી સમાજના લોકો હતા અને તેઓ ખૂબ વિશાળ પ્રમાણમાં સમાજની ઓળખ અને તેઓ ખૂબ સારી રીતે સાંસ્કૃતિક કાર્યક્રમ કરી નાચ કુચઅને ગાન થી મેળામાં ભરતા ફરતા હોય છે અને મેળામાં વિશાળ પ્રમાણમાં રમકડાની દુકાનો પણ બનાવી હતી
પેથાપુરના મેળામાં દાંતાના લખવારા સમાજના આગેવાન કનૈયાલાલ લક્ષ્મણભાઈ મેળાની અંદર ખૂબ વિશાળ પ્રમાણમાં રમકડાની દુકાનો કરેલ હતી તેઓ વર્ષોથી અને તેઓના સમાજના લોકો દ્વારા ખૂબ સારી દુકાનો બનાવી ધંધો કરતા હોય છે...
શીતળા માતાના મંદિરમાં ખૂબ વિશાળ પ્રમાણમાં લોકોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે.
અહેવાલ નીલેશ શ્રીમાળી બનાસકાંઠા
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.