ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અને પેન્શન અદાલત
ટપાલ સેવા તથા પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અને પેન્શન અદાલત
****
ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે સુપ્રિ. ઓફ પોસ્ટ ઓફિસીઝ, સાબરકાંઠા ડીવીઝન, સાબરકાંઠા -૩૮૩૦૦૧ ની કચેરી ખાતે તા. ૨૮/ ૦૬/૨૦૨૪ ના રોજ ૧૧.૦૦ કલાકે ડાક અદાલત અને પોસ્ટલ પેન્શનને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પેન્શન અદાલત ૧૨:૦૦ કલાકે તેમજ પોસ્ટલ કર્મચારીઓના NPSને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે NPS અદાલતનું ૧૩:૦૦ કલાકે આયોજન કરવામાં આવ્યું છે.
આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદાઓ સંબંધિત ફરિયાદો સાંભળી નિકાલ કરવામાં આવશે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓ ને લગતી ટપાલ સેવા સંબંધી તેમજ પેન્શનને લગતી ડાક અદાલતમાં રજુ કરવાની ફરિયાદો શ્રી જે. બી પટેલ, આઇ.પી. (પી.જી) ગ્રાહક સેવા કેન્દ્ર, સુપ્રિ. ઓફ પોસ્ટ ઓફિસીઝ, સાબરકાંઠા ડીવીઝન, હિંમતનગર -૩૮૩૦૦૧ ને મોડામાં મોડી તા. ૨૬/૦૬/૨૦૨૪ સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહીં.
ફરિયાદ સ્પષ્ટ અને મુદાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષયનો સમાવેશ ના હોવો જોઈએ. એમ અધિક્ષકશ્રી ડાકઘરની યાદીમાં જણાવાયું છે.
****
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.