વિસાવદર તાલુકા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વધ્યા તાવ, શરદી ના કેસ - At This Time

વિસાવદર તાલુકા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વધ્યા તાવ, શરદી ના કેસ


વિસાવદર તાલુકા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં વધ્યા તાવ, શરદી ના કેસ
વિસાવદર
વિસાવદર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં હાલ શરદી અને તાવ ના વાયરા ચાલી રહ્યા છે. તાલુકા આરોગ્ય કેન્દ્રની મુલાકાત દરમ્યાન જાણવા માળિયું કે, હાલ રોજ ના400 થૉ 500 દર્દીઓની તપાસ અને સારવાર થાય. અત્યારે ઠંડી ઋતુ ચાલતી હોવાથી શરદી અને તાવના કેશ વધારે જોવા મળે છે. વિસાવદર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પુરા સ્ટાફ સાથે જરૂરી આરોગ્ય મશીનરી સાથે લોકોને સારવાર આપવામાં આવે છે. તેમજ દવાખાનામાં સફાઈ સ્ટાફ દ્વરા સમયસર સફાઈ પણ કરવામાં આવે છે. જે, મુલાકાત દરમ્યાન જોવા માળિયું હતું. વિસાવદર તેમજ આજુ બાજુના 60 થી 70 ગામડાના લોકો પણ આ સામુહિક આરોગ્ય કેન્દ્રનો લાભ લે છે.આમ, વિસાવદર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે તાલુકા આરોગ્ય કેન્દ્ર આર્શીવાદરૂપ છે.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.