ગામડું બોલે છે ગામડા ને સંપૂર્ણ સમર્પિત પત્રકારત્વ ની જરૂર “જો દિખતા હૈ વહી લીખને કા આદિ હું મેરે શહેર કા સબસે બડા ફસાદી હું” - At This Time

ગામડું બોલે છે ગામડા ને સંપૂર્ણ સમર્પિત પત્રકારત્વ ની જરૂર “જો દિખતા હૈ વહી લીખને કા આદિ હું મેરે શહેર કા સબસે બડા ફસાદી હું”


ગામડું બોલે છે ગામડા ને સંપૂર્ણ સમર્પિત પત્રકારત્વ ની જરૂર

"જો દિખતા હૈ વહી લીખને કા આદિ હું મેરે શહેર કા સબસે બડા ફસાદી હું"  

ભારતની ૭૦ % વસ્તી (૯૦ કરોડ લોકો) દેશના સાડા છ લાખ ગામડાઓમાં વસે છે આમ છતાં મીડિયામાં ૭૦ % સમાચારો શહેરોને લગતા હોય છે.
ગ્રામ્ય વિસ્તારોના સમાચારોના વિષયો પણ મહદઅંશે ક્રાઇમ અને અકસ્માતોને લગતા હોય છે.
ગ્રામ્ય જીવનના બદલાતા સામાજિક પ્રવાહો, કૃષિ, આરોગ્ય તથા શિક્ષણ ક્ષેત્રની સ્થાનિક સમસ્યાઓ, રોજગારી, પીવાના પાણી અને સેનીટેશનના પ્રશ્નો - જેવી બાબતોને મીડિયામાં ભાગ્યે જ સ્થાન મળે છે.
રોજગારીની શોધમાં શહેરો ભણી દોટ મૂકતા યુવાનોને કારણે ગામડાઓ ખાલી થઇ રહ્યા છે ત્યારે જરૂર છે ગ્રામ્ય વિસ્તારોને સંપૂર્ણપણે સમર્પિત મીડિયાની ! અનેક વિચાર પ્રેરક કે ધ્યાનાકર્ષક માટે માર્મિક ટકોર કરતા અમરેલી જિલ્લા ના ખ્યાતનામ તબીબ ડો કાનાબારે ફરી એક વાર ગ્રામીણ પત્રકારત્વ ની ઉદાસીનતા અંગે ટકોર કરતી ટ્વીટ કરી ત્યારે ત્યાગ તિતિક્ષા ની તપોમૂર્તિ સમાં કલમ નવેશી જ્યોતિધરો એ સકારાત્મક ભૂમિકા અદા કરવી જોઈ એ ભારત દેશ ની ખરી લોકશાહી ગામડા માં વસે છે ગ્રામ્ય વિસ્તારો માં સામુહિક વિકાસ ના ટાંચા સાધનો અને એ પણ મુઠી ભર ડગલાંધારી ઓના હાથ માં હોય ત્યારે મીડિયા એ ઉધાડા ના વસ્ત્ર ભૂખ્યા નું અન્ન તરસ્યા નું જળ બંને ગરીબ ગુરબા પછાત અભણ અંતરયાળ ગામડા ઓની સમસ્યા ને વાચા આપવી જોઇ એ ગ્રામીણ ક્ષેત્રે કામ કરતા અસંખ્ય કલમ નવેશી ઓએ ભલે જર્નાલિઝમ ન ભણ્યા હોય પણ ખબરપત્રી તરીકે ગામડા ના પ્રશ્ને સતત કંઈક લખતા અને પ્રેસ સુધી સમાચાર પહોંચાડતા લોકશાહી ના આલબેલ ગામડા નો અવાજ બનતા ખબરપત્રી ની ખબર એ ગામડા સમસ્યા કોરપેટ મીડિયા જગત ના માંધાતા ઓએ ગામડા ના પ્રશ્ને વર્તમાન દૈનિક પત્ર હોય કે સાપ્તાહિક પાક્ષીક માસિક પીન્ટ મીડિયા હોય કે ડીઝીટલ ઇલેટ્રીક મીડિયા લઘુ અખબાર હોય કે લિડેજ અખબાર પ્રજા ના પ્રશ્ને પ્રહરી નહિ બોલે તો કોણ બોલશે ? ઘણી વખત લિડેજ અખબાર ન કહી શકે તેવી વાત લઘુ અખબાર ડંકા ની ચોટ ઉપર કહી જાય છે એટલે કે અખબાર માટે કહેવાયું છે "ખીચો ના કમાન ના તલવાર નિકાલો જબ હો તોપ મુકબીલ તબ અખબાર નિકાલો" અખબાર નું પ્રયોજન નો હેતુ લોકશાહી નો આવજ બનાવ હોય છે અત્યારે મીડિયા કરતા સોશ્યલ મીડિયા નો સહારો લઈ લોક પ્રશ્ને વાચા આપવા પ્રયત્ન કરતા થયા ઘણા નામી મીડિયા એ તેની પ્રતિષ્ઠા ગુમાવી લોકો મીડિયા ની ખુશામત ને સારી રીતે જાણે છે સોશ્યલ મીડિયા એ ક્રાંતિ કરી અકલ્પનિય જાગૃતિ આવી બેધડક લોકો પોતા ની સમસ્યા કહી રહ્યા છે મીડિયા ઉપર લોકો નો વિશ્વાસ ઘટી રહ્યો છે અમુક જગ્યા એ સ્પષ્ટ ખુશામત અને ખોટી રાજભગતી ને લોકો સારી રીતે સમજી ગયા છે વર્તમાન પત્ર સમાજ જીવન માં રોજ બરોજ ની ઘટના ઓ એ સમાજ જીવન નો અરીસો છે જેવું હશે તેવું દેખાશે જો દિખતા હૈ વહી લીખને કા આદિ હું મેરે શહેર ક સબસે બડા ફસાદી હું

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.