સાળંગપુર ખાતે અનેક દિવ્યતા-ભવ્યતા સાથે “મારા દાદા મારો ઉત્સવ” એવા શતામૃત મહોત્સવની ઉજવણી થઈ, - At This Time

સાળંગપુર ખાતે અનેક દિવ્યતા-ભવ્યતા સાથે “મારા દાદા મારો ઉત્સવ” એવા શતામૃત મહોત્સવની ઉજવણી થઈ,


7 દિવસમાં 50 લાખથી વધુ ભક્તોએ ઉત્સવ માણ્યો.
વડતાલ ધામ સંચાલિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ગોપાળાનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંતો દ્વારા 1100થી વધુ વીઘા જમીનમાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મહોત્સવનો પ્રારંભ હનુમાન વાટિકાનું ઉદ્ઘાટન કરી ખુલ્લો મુકાયો હતો.

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી, “વડતાલ ટેમ્પલ મેનેજીંગ ટ્રસ્ટી બોર્ડ” એવં સંપ્રદાયના મૂર્ધન્ય સંતો એવં પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજીના માર્ગદર્શનથી, દાતાઓના તથા સ્વયંમ સેવકોના સહયોગ દ્વારા ઉજવાયો શતામૃત મહોત્સવ.

છેલ્લા છ મહિનાથી મંદિરના સંતો અને સ્વયંસેવકોની ટીમ દ્વારા શતામૃત મહોત્સવ માટે કામ કરવામાં આવી રહ્યું હતું. શતામૃત મહોત્સવના ગ્રાઉન્ડમાં પ્રદર્શન વાટિકા, દાદાનો દિવ્ય દરબાર - સભામંડપ, ગોપાળાનંદ સ્વામી મહાઅન્નક્ષેત્ર, 108 કુંડી મારુતિ યજ્ઞ,૨૫૦૦ ટેન્ટસીટી ઉતારા, અને અખંડ મંત્ર ધૂન, વિવિધ આરોગ્ય કેમ્પ, ચતુર્વેદ પારાયણ, હનુમાન ગાથા લાઈટ શો, હનુમાન જન્મોત્સવ, ફળફૂટોત્સવ, મહિલા મંચ વગેરેનું આયોજન કરાયું હતું.

શ્રીહનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શન:
નાના નાના બાળકોથી લઇ મોટા વ્યક્તિઓને આનંદિત કરે એવું સ્થળ એટલે પ્રદર્શન. આ મહોત્સવમાં શ્રીહનુમાન વાટિકા સાંસ્કૃતિક પ્રદર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી હરિકૃષ્ણ સ્વામી (રાજકોટ ગુરુકુળ)ના માર્ગદર્શન હેઠળ 250થી વધુ સ્વયંસેવકો દ્વારા તડામાર તૈયારીઓ કરાયું હતું. આ પ્રદર્શનમાં પ્રવેશ કરતા જ ભક્તોને ભવ્ય પ્રવેશ દ્વારનું દર્શન કરતા હતા. જે બંગાળી કારીગરો દ્વારા કલાકૃતિ કરીને બનાવવામાં આવ્યું હતું. આ પ્રદર્શન 45 વીઘા જમીનમાં ઊભું કરાયું હતું. જેમાં 18 ડોમમાં જુદા-જુદા વિભાગો બનાવાયા હતા.આ પ્રદર્શનની લાખો લોકોએ મુલકાત લીધી હતી.

આ ઉપરાંત 2 ખાણી-પીણીની કેન્ટીન પણ બનાવવામાં આવી હતી. જેમાં ખૂબ જ ઓછી કિંમતે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ નાસ્તો ભક્તો આરોગી શકતા હતા.
આ હનુમાન વાટિકા પ્રદર્શનમાં ભક્તો મુખ્ય દ્વારથી અંદર સૌ પહેલા શ્રીકષ્ટભંજન દેવ વંદના સર્કલમાં 10 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિના દર્શન થતા હતા. પ્રદર્શનના જુદા-જુદા વિભાગોમાં ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરિત્ર સાથે દ્રશ્યમાન થતી લોક સંસ્કૃતિ, યુગો પુરાણી ભારતીય સંસ્કૃતિના મુખ્ય આધાર સ્તંભ અને મંદિરોની ગાથા વર્ણવતી ડોક્યુમેન્ટરી ફિલ્મ, નેચરલ ગુફાઓ, આર્ટ ગેલેરી અને સેલ્ફી ઝોન, ભવ્ય લાઈટ એન્ડ સાઉન્ડ શૉ, વિભિન્ન ફાઉન્ટેન અને તળાવ, નાના-નાના ભૂલકાઓ માટે ભવ્ય આનંદ મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આમ, 45 વીઘા જમીનમાં પારિવારિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિકતાને ઉજાગર કરતું આ ભવ્ય પ્રદર્શનમાં પ્રવેશ કરવા માટે સવારે 10:00 વાગ્યાથી રાત્રે 8:30 વાગ્યા સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો હતો. જે 9 નવેમ્બર 2023થી સાંજે 5:00 વાગ્યે સંતો દ્વારા ઉદ્ઘાટન કરી ખુલ્લુ મુકવામાં આવ્યુ હતું જે 22 નવેમ્બર 2023 સુધી ચાલ્યું હતું. પ્રદર્શનની મજા માણી ધન્યતા હતી. મારુતિયજ્ઞ પૂજન, દાદાનું ભવ્ય પ્રાત: પૂજન-આરતી દર્શન, અન્નકૂટ દર્શન, શ્રી હનુમાન જન્મોત્સવ, ભક્તોએ દર્શનની મજા માણી ધન્યતા હતી.

દરરોજ એકસાથે 2.5 લાખથી વધુ ભક્તો નિ:શુલ્ક જમી શકે એવું વિશાળ ગોપાળાનંદ સ્વામી મહાઅન્નક્ષેત્ર:
શતામૃત મહોત્સવમાં લાખોની સંખ્યામાં દાદાના ભક્તો આવ્યા હતા. તે દરેક ભક્તો એકદમ નિ:શુલ્ક સારામાં સારી ગુણવત્તાવાળું ભોજન મળે તે માટે મહાઅન્નક્ષેત્ર બનાવવામાં આવ્યું હતું. 150 વીઘાથી વધુ વિસ્તારમાં મહોત્સવમાં આવેલા ભક્તોને જમવા માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. મહોત્સવ ગ્રાઉન્ડની નજીક મહાકાય રસોડાની તૈયાર કરવામાં આવ્યુ હતું. તેમાં એક લાખથી વધુ ભક્તો આરામથી પ્રસાદ લઈ શકે તે માટે અલગ-અલગ વિભાગ ઉભા કરાયા હતા. જેમાં યજમાન-મહેમાન-સ્વયંમ સેવક- અને દર્શનાર્થી વિભાગ બનાવાયા હતા. તો રસોડા વિભાગની સેવામાં અને નૂતન ભોજનાલય એમ બંને જગ્યાએ થઈને 10,000થી વધુ સ્વયંસેવકો ખડે પગે રહ્યા હતા.

આખા મહોત્સવમાં 40 લાખથી વધુ ભક્તો મહાઅન્નક્ષેત્રમાં નિ:શુલ્ક પ્રસાદ લીધો:
મહોત્સવમાં આવેલ દર્શનાર્થીઓ માટે રસોડા વિભાગમાં દરરોજ નક્કી કરાયેલા મેનુ મુજબ બે મીઠાઈ, બે ફરસાણ, બે શાક, દાળ-ભાત, રોટલી, સલાડ અને છાશ પીરસવામાં આવ્યા હતા. દર્શનાર્થીઓ માટે રસોડામાં જમવા માટેનો સમય સવારે 9:00 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રાખ્યો હતો. જે બાદ સાંજે 5:00 વાગ્યા થી રાતના 09:00 વાગ્યા સુધી ભોજન ગ્રહણ કરી શકતા હતા. આમ અંદાજે આખા મહોત્સવ દરમિયાન 40 લાખથી વધુ ભક્તો આરામથી પ્રસાદ માટેની વ્યવસ્થા શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના સંતો દ્વારા કરવામાં આવી હતી.

સાળંગપુરમાં શતામૃત મહોત્સવનું વડતાલ ગાદીના આચાર્ય અને વડીલ સંતોના હસ્તે લોકાર્પણ, ભવ્ય શોભાયાત્રામાં 110 નાસિક ઢોલના ઢોલી અને 30 થાર કાર સાથે હજારો ભક્તોનો જમાવડો

આ પોથીયાત્રામાં 20થી વધુ બુલેટ, 3 હાથી, તળતળીયા સાથે 100 માણસો, 2 હનુમાનજીનો આમંત્રણ રથ, એક રથમાં હનુમાનજી, 110 નાસિક ઢોલ વગાડનારા ઢોલી, 120 લોકોનું હિંમતનગરનું બેન્ડ, 30 થાર કાર, રામદરબારનો બીજો રથ, 50 લોકોનું ગોધરા બેન્ડમાં, 20 રથ, ઉજ્જૈન મંડળી, 60 લોકોનું આફ્રિકન આદીવાસી ગૃપ, લાલાજી માહારાજનો રથ, 40 જવાનો સાથેનું પોલીસ બેન્ડ, વડતાલ ગાદીના પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનો રથ, મુંબઈથી આવેલું 70 બહેનોનું મહિલા મંડળ, 60 લોકોનું રાજસ્થાની ગેર-, 45 લોકોનું ટીમલી ગ્રુપ, બહેનો, 6 ડીજે, ભાઈઓ વગેરે સાથે સાળંગપુરધામ ખાતે ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યું હતું.

હનુમાનજીના જીવન ચરિત્ર પર ભવ્ય લાઇટ એન્ડ સાઉન્ડ શૉ:
16થી 22 નવેમ્બર દરમિયાન હાઈ ટેક લાઈટ એન્ડ સાઉન્ડ કરવામાં આવ્યો હતો. આ લાઇટ એન્ડ સાઉન્ડ શૉ 15થી 17 મિનિટ સુધીનો સમય નક્કી કરાયો હતો. જેમાં 54 ફૂટની હનુમાનજી મહારાજની કિંગ ઓફ સાળંગપુરની મૂર્તિ છે તેના પર હનુમાનજીના જીવન ચરિત્ર પર અલગ-અલગ એનિમેશન સાથે લેસર શો દ્વારા ઇફેક્ટ આપી આખો એક શૉ તૈયાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હનુમાનજીએ બાળ અવસ્થામાં સૂર્યને ગળ્યો તે પણ એનિમેશન દ્વારા બતાવાયુ હતું. ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુર હનુમાનજી મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂરા થયા તે પણ આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં દર્શાવામાં આવ્યું હતું. આ ઉપરાંત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દુ:ખી જીવોના કામ કરે છે તે પણ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં બતાવવામાં આવ્યુ હતું. “લોકડાયરો” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

250 વિઘામાં 30 હજારથી વધુ ફોર વ્હીલર અને ટુવ્હીલર પાર્કિંગ વ્યવસ્થા :
મંદિર અને મહોત્સવના 1 કિલોમીટરના રેડિયસમાં 250 વિઘામાં પાર્કિંગ વ્યવસ્થા કરાઈ હતી. આ પાર્કિંગ મેઇન 5 મેઇન એન્ટ્રી ગેટ હતા. જે બરવાળા, બોટાદ, લાઠીદડ, ગુંદા ગામ અને ચાચરિયા ગામ તરફથી આવતા લોકો માટે એન્ટ્રીની વ્યવસ્થા કરાઈ હતી. આ સિવાય પાર્કિંગમાં 9 ચેકપોસ્ટ બનાવી હતી. જેમાં VIP-VVIPના ત્રણ વિભાગ અને દર્શનાર્થીઓના 18 વિભાગ બનાવવામાં આવ્યા હતા. આ પાર્કિંગમાં 30 હજારથી વધુ ફોર વ્હીલ અને ટુવ્હીલ પાર્કિંગ વ્યવસ્થા કરી હતી.

પાર્કિંગની વ્યવસ્થા મેનેજ કરવામાં 1800 સ્વયંસેવકો :
એમાંથી 1800 સ્વયંસેવકો ટ્રાફિક અને પાર્કિંગ ડિપાર્ટમેન્ટ સંભાળ્યો અને 600 સ્વયંસેવકો મંદિર, ભોજનશાળા, યજ્ઞશાળા અને પ્રદર્શનમાં સિક્યોરિટી તરીકે ખડેપગે રહ્યા હતા. 250 વીઘા પાર્કિંગ કરવા માટે 50 સ્વયંસેવકોએ બુલડોઝર સાથ ખેતર લેવલ કરીને પાર્કિંગ તૈયાર કર્યું હતું. જે પાર્કિંગ 24 કલાક કાર્યરત હતું.

24 કલાક મેડિકલ કેમ્પમાં નિઃશુલ્ક દર્દીઓની તપાસ કરાઈ:
મહોત્સવ ગ્રાઉન્ડમાં મેડિકલ કેમ્પ કરવા માટે 10 હજાર સ્ક્વેર ફૂટમાં બે વિશાળ ડોમ ઊભા કરાયા હતા. જેમાં 3 હાઇટેક ICU બેડરૂમ, 10 બેડરૂમ કન્સલ્ટિંગ અને બ્લડ ડોનેશન માટે રાખવામાં આવ્યા હતા.જેમાં 1000 બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આમ એકસાથે 10 દર્દીની OPD અને 30 દર્દીને એક સાથે સારવાર આપવામાં આવી હતી. આ મેડિકલ કેમ્પમાં 200થી વધુ દરેક રોગના નિષ્ણાંત ડૉક્ટર 24 કલાક ખડેપગે રહ્યા હતા.એક લાખથી પણ વધારે લોકોની સારવાર કરવામાં આવી હતી. આ સિવાય આંખના કેમ્પમાં જબરેશ્વર હોસ્પિટલની ડૉક્ટરની ટીમ આવી હતી. મહોત્સવમાં આવતાં ભક્તોને તપાસ કરવામાં આવી હતી. પ્રારંભિક ચશ્મા આપવામાં આવ્યા હતા.

60 વીઘામાં બનાવાયેલા 2500 ટેન્ટમાં હજારો લોકો આરામથી રહ્યા:
મહોત્સવમાં પધારનાર સર્વે ભક્તોને રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. કુલ 60 વીઘા જમીનમાં ઉતારા બનાવ્યા હતા, જેમાં કુલ 2500 ટેન્ટ બનાવાયા હતા. આ દરેક ટેન્ટમાં 12 બેડ હતા. એમ હજારો ભક્તો આરામ કરી શકે એ માટે ટેન્ટમાં વ્યવસ્થા કરવામાં આવી હતી. એટલું જ નહીં ભક્તો માટે ટોઈલેટ-બાથરૂમની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. બાથરૂમમાં ગરમ પાણીની સુવિધા પણ રાખવામાં આવી હતી.
સાળંગપુર હનુમાનજી મંદિરના સંતો દ્વારા મંદિર પરિસરમાં આવેલા ઉતારા, અનેક ભક્તોના મકાનો, બોટાદ અને ટાટમ ગામના ગુરુકુળમાં પણ ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે જ ઉત્સવમાં સેવા કરનારા સ્વયંસેવકોની ઉતારા માટે પણ મહોત્સવ ગ્રાઉન્ડની નજીક વ્યવસ્થા કરવામાં આવી હતી.

કિંગ ઓફ સાળંગપુર હનુમાનજી સમક્ષ પહેલીવાર 57 હજાર કિલો ફ્રુટનો અન્નકૂટ ધરાવાયો, તમામ ફ્રુટ બોટાદ અને ,અમદાવાદ,ભાવનગરની હોસ્પિટલમાં વિતરણ કરાયો હતો.
આ અન્નકૂટ વિશે વિવેકસ્વામી (હૈદરાબાદ)એ જણાવ્યું કે, આજે “કિંગ ઓફ સાળંગપુર”ની 54 ફૂટ ઊંચી મૂર્તિ સમક્ષ પહેલીવાર 57, 000 કિલો અન્નકૂટ ધરાવાયો હતો. આ માટે કેન્યાની કેરી અને ઇમ્પોર્ટે ફુડ સહિતના તમામ ફ્રુટનો અન્નકૂટ વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યા હતાં. આ અન્નકૂટ ધરાવવા અને શણગારવા માટે 6 સંતો અને 200 સ્વયંસેવકોએ 24 કલાક મહેનત કરી હતી. અન્નકૂટમાં દાદાને ધરાવાયેલું તમામ ફ્રુટ બોટાદ જિલ્લા સહિત અમદાવાદ, ભાવનગર અને રાજકોટની ગર્વમેન્ટ હોસ્પિટલમાં મોકલાયો હતો. આ અન્નકૂટ માટે હૈદરાબાદ ગુરુકુળના વિવેક સ્વામી સહિતના સંતો અને સ્વયંસેવકોએ 15 દિવસ પહેલાં આખી તૈયારી શરૂ કરી હતી.તેમજ ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યું હતું.

દરરોજ અલગ-અલગ 2100થી વધુ યજમાનો એક સાથે યજ્ઞશાળામાં યજ્ઞ કર્યો:
શ્રીકષ્ટભંજન દેવ શતામૃત મહોત્સવમાં દિવ્ય 108 કુંડી મારુતિ યજ્ઞનું આયોજન કરાયું હતું. આશરે 15 વીઘા જમીનમાં યજ્ઞશાળા, યજમાનો માટે ભોજનાલય તથા અખંડ ધૂન માટેના વિભાગો બનાવ્યા હતા. 2100 યુગલ યજમાનો આ યજ્ઞનો દિવ્ય લાભ લીધો હતો. 125 થી વધુ પવિત્ર બ્રાહ્મણો હનુમાનજી મહારાજના મહિમાથી ભરપૂર વૈદિક મંત્રોચ્ચારથી યજ્ઞ કરાવ્યો.

વૈદિક વેદ પારાયણ:
દક્ષિણ ભારતના પવિત્ર વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સાત દિવસ સુધી સનાતન ધર્મના ગ્રંથોનું પારાયણ કરવામાં આવ્યુ હતું.

દાદાના દિવ્ય દરબાર સભામંડપમાં હજારો ભક્તોએ એક સાથે સત્સંગ સભા માણી :
મહોત્સવના સભામંડપનું કાર્ય કુંડળના શ્રી જ્ઞાનજીવન સ્વામીના સંત મંડળ તથા સ્વયંસેવકો દ્વારા કરાયું હતું.જેમાં મહાકાય ડોમ બનાવવામાં આવ્યો હતો. સભા મંડપનું વિશાળ સ્ટેજ બનાવવામાં આવ્યું હતું જે ફુલ એરકન્ડિશનિંગવાળું હતું. જેમાં હજારો ભક્તો માટે સભામંડપની અંદર અદભુત વ્યવસ્થા કરવામાં આવી હતી. દિવ્યતા અને ભવ્યતાની અનુભૂતિ કરાવતા સભામંડપની આસપાસ 1 લાખ સ્ક્વેર ફૂટમાં બ્લોક પાથરવા આવ્યા હતા. સભા મંડપમાં ઠેર-ઠેર ભક્તો સ્ટેજના વક્તાશ્રીના દર્શન કરી શકે તે માટે વિશાળ LED સ્ક્રિન લગાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

140 ગામના અલગ અલગ મંડળો દ્વારા અખંડ મહાધૂન કરાઈ:
શ્રી કષ્ટભંજન દેવ શતામૃત મહોત્સવમાં વિશ્વ શાંતિ માટે દિવ્ય અખંડ ધૂનનું આયોજન કરાયું હતું. અખંડ મહાધૂનમાં 1. શ્રી રામધુન, 2. શ્રી સ્વામિનારાયણ ધૂન, 3. હનુમાન ચાલીસા અને સુંદરકાંડની ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી વેદાંત સ્વામીના માર્ગદર્શન હેઠળ આ આયોજનકરાયું હતું. જેમાં ચાર અલગ-અલગ ડોમમાં આ ધૂન થઈ હતી. દરેક ડોમમાં આશરે 150થી વધુ ભક્તો ધૂન કરી હતી. 140 ગામના અલગ અલગ મંડળો દ્વારા આ ધૂન યોજવામાં આવી હતી. ધૂનનો સમય સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો. અને અખંડ ધૂનની વ્યવસ્થામાં 150થી વધારે સ્વયંસેવકો સેવા કરી શ્રી કષ્ટભંજન દેવનો રાજીપો પ્રાપ્ત કર્યો હતો.

108 ટ્રાઇસિકલ અર્પણ:
108 ટ્રાઇસિકલ જરૂરિયાત મંદ લોકોને અર્પણ કરવામાં આવી હતી. એમાં પ્રતિક રૂપે અહીં 20 થી 25 લોકોને બોલાવ્યા હતા કાર્યક્રમ વખતે એમને અર્પણ કરવામાં આવી હતી. ઋષિ ભાઈ વિનુભાઈ ચોરસિયા હાલ ઓસ્ટ્રેલિયા તેમના પરીવાર તરફથી દિવ્યાંગ લોકો માટે એક ભાવ રૂપે, દિવ્યાંગના હનુમાન બને એના માટે પુરાણી સ્વામી શ્રી વિષ્ણુપ્રકાશદાસજી, ચેરમેન શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી-વડતાલ, પૂજ્ય પ્રેમપ્રકાશદાસજી સ્વામી- કલાકુંજ મંદિર વગેરે વડીલ સંતોના હસ્તે 108 ટ્રાયસીકલ સાયકલ અર્પિત કરવામાં આવી હતી. મંદિરના દર્શને આવતા વૃદ્ધો, રોગીઓ દર્શનાર્થીઓને 50 વ્હીલ ચેર પણ આ ચોરસીયા પરિવાર તરફથી શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરને અર્પણ કરવામાં આવી હતી.
શતામૃત મહોત્સવમાં મણિપુર 500 ઋષિકુમારોને દાદાના દર્શન કરાવ્યા હતાં. સભા મંડપમાં સંતોના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ કિંગ ઓફ સાળંગપુરના દર્શન કરાવ્યા. એ પછી ઋષિકુમારોએ પ્રસાદ લીધો હતો.
- 15 થી 17 હજાર સ્વયં સેવકોએ સેવા કરી તેમજ અબાલવૃદ્ધો સેવામાં જોડાયા હતા.
- BCool સરબત -સુરતવાળા દ્વારા હજારો લોકોને ફ્રી માં 45 ટન સરબત સેવા પૂરી પાડી હતી
- હજારો લોકોને મહોત્સવમાં ફ્રી રીક્ષાની સેવા મહોત્સવ સ્થળે લઇ જવા સેવા પૂરી પાડી હતી.
- દરરોજ રાત્રે રાત્રી કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ઓસમાણ મીર,સુખદેવ, ધામેલિયા,નારાયણ ઠાકર તેમજ રાસ-ગરબા - પાર્થિવ ગોહિલ, કિર્તન-ભક્તિ રાસ-ગરબા-રાજેન્દ્ર પાલા-મુંબઈ, સુરતના હાસ્ય કલાકાર અંકિત વાઘાણી તેમજ મહિલા મંચના અનેક વિધ કાર્યક્રમોની હજારો ભક્તોએ મજા માણી હતી.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.