બાલાસિનોરમાં બે અઠવાડિયામાં કંજેક્ટીવાઈટીસ વાયરસના ૫૦૦ કેસ નોંધાયા - At This Time

બાલાસિનોરમાં બે અઠવાડિયામાં કંજેક્ટીવાઈટીસ વાયરસના ૫૦૦ કેસ નોંધાયા


બાલાસિનોર તાલુકામાં કંજેક્ટી વાઇટિસ વાયરસના છેલ્લા બે અઠવાડિયામાં ૫૦૦ થી વધુ દર્દીઓએ સારવાર લીધું હોવાનું સત્તાવાર જાણવા મળેલ છે અને હાલ પ્રતિદિન ૭૦-૮૦ કેશ નોંધાતા હોવાનું જાણવા મળેલ છે. મળતી વિગતો અનુસાર બાલાસિનોર તાલુકામાં છેલા બે અઠવાડિયામાં આંખોમાં થતો વાયરસ કનજેટીવાઇટિસ વાયરસના રોગમાં તાલુકામાંથી ૫૦૦ કરતા વધુ દર્દીઓ સપડાયાછે ત્યારે આ વાયરસ સામાન્ય પણે ચોમાસાની ઋતુમાં વધુ ફેલાઈ છે જેમાં શરૂઆતમાં આંખોમાં પાણી આવવાનું ચાલુ થાય છે ત્યારબાદ આંખોમાં ખુચવાનું ખૂચવાંનું ચાલુ થાય છે,આખો લાલ થાય છે અને આંખોમાં ચિકાસ આવે છે ત્યારે આ વાયરસ માં રિકવરી આવતા સાત થી આઠ દિવસ લાગે છે આ બાબતે બાલાસિનોર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અત્યારસુધી ૧૧૪ કેસ નોંધાઈ ચૂક્યા છે ત્યારે નગરમાં આવેલી કે.એમ.જી હોસ્પિટલમાં ૨૫૦ થી વધુ કેસ નોંધાઈ ચુકયા છે ત્યારે અન્ય હોસ્પિટલમાં ૧૩૬ઉપરાંત કેસ નોંધાઈ ચુક્યા છે ત્યારે આ બાબતે આંખોના નિષ્ણાંત ડોકટર નરેન્દ્રભાઈ જેતાવતે જણાવ્યું હતું કે આ વાયરસમાં સારવારમાં એન્ટીબાયોટિક બાયોટિક ટીપા આપવામાં આવે છે. તેમજ ગરમ પાણીનો શેક કરવાનો સાથે વધુ દુઃખાવો થતો હોયતો દુખાવાની ટેબ્લેટ લેવાથી રાહત થાય છે વધુમાં આ રોગ ચેપી હોવાથી એકને થતાની સાથે જ ઘરમાં બધાને થાય છે. જેથી જેને થાય તેને આંખે ચશ્મા પહેવાથી અન્યને થતાં આ ચેપી વાયરસ રોકી શકાય છે તેમ જણાવ્યું હતું.
9825094436


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.