ધંધુકા નવજીવન કેળવણી મંડળ સંચાલિત શ્રી ગંગાબા આર જાદવ ગર્લ્સ હાઇસ્કુલના 46 માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ઉત્સવનું સફળ આયોજન કરાયું.
ધંધુકા નવજીવન કેળવણી મંડળ સંચાલિત શ્રી ગંગાબા આર જાદવ ગર્લ્સ હાઇસ્કુલના 46 માં વર્ષમાં પ્રવેશ પ્રસંગે ઉત્સવનું સફળ આયોજન કરાયું.
નવનિર્મિત કોમ્પ્યુટર લેબ અને વિજ્ઞાન પ્રયોગશાળા નું રાજયસભા સાંસદ સભ્ય શ્રી નરહરિભાઈ અમીર ના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા નવજીવન કેળવણી મંડળ સંચાલિત શ્રી ગંગાબા આર જાદવ ગર્લ્સ હાઇસ્કુલ ના 45 વર્ષ પૂર્ણ થતા 46 વર્ષમાં પ્રવેશ ઉત્સવની ઉજવણી તેમજ હાઈસ્કૂલ ખાતે ના નવા કોમ્પ્યુટર લેબ તેમ જ નવી વિજ્ઞાન પ્રયોગ શાળાનું લોકાર્પણ સાંસદ લોકસભા શ્રી નર હરિભાઈ અમીનના હસ્તે કરવામાં આવ્યું હતું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા નવજીવન કેળવણી મંડળ સંચાલિત શ્રી ગંગાબા આર જાદવ ગર્લ્સ હાઇસ્કુલ ના 45 વર્ષ પૂર્ણ થતા અને 46 વર્ષમાં પ્રવેશ કરતા દબદબા ભેર ઉત્સવ કરવામાં આવ્યો હતો જેમાં હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર આકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકગાયક શ્રી અભેસિંહ રાઠોડ હાજરી આપી લોકગીત દેશભક્તિ ગીત સહિત નું રસપાન કરાવ્યું હતું આ પ્રસંગે હાઇસ્કુલ ના કોમ્પ્યુટર લેબ માટે ગ્રાન્ટ ફાળવેલ સાંસદ અને લોકસભા શ્રી નર હરિભાઈ અમિન કોમ્પ્યુટર લેબ તેમજ વિજ્ઞાન પ્રયોગશાળા નું લોકાર્પણ કર્યું હતું અત્રે ઉલ્લેખનીયા છે શ્રી નરહરિભાઈ અમીન ને હાઈસ્કૂલને કોમ્પ્યુટર લેબ માટે તેમની વિકાસ ગ્રાન્ટ ફાળવી હતી તેમજ વિજ્ઞાન પ્રયોગશાળા માટે ડોક્ટર શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા સાંસદ સભ્ય અને કેન્દ્રીય મંત્રી એ તેમના વિકાસ ફંડ માંથી ગ્રાન્ડ ફાળવી હતી.
આ પ્રસંગે યોજાયેલા સમારંભ ને સંબોધતા સાંસદ અને લોકસભાના સભ્ય શ્રી નર હરિભાઈ અમીને છેલ્લા 24 વર્ષમાં ગુજરાતમાં શૈક્ષણિક ક્ષેત્રે થયેલી ક્રાંતિ અને વાણીઓમાં અને ખાસ કરીને દીકરીઓમાં ઉઘડેલી શિક્ષણની ભૂખ ની વિસ્તૃત માહિતી આપી કન્યા કેળવણીને મહત્વ આપવા પર ભાર મૂક્યો હતો આ પ્રસંગે ગુજરાતના પ્રસિદ્ધ લોક ગાયક શ્રી અભેસિંહ રાઠોડ અને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે વિશાળ સંખ્યામાં મહેમાનો વાલીઓ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ સ્ટાફ એ વિશાળ સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે શ્રી નવજીવન કેળવણી મંડળના પ્રમુખ શ્રી પ્રવીણસિંહ ડી જાદવ તથા માનદ મંત્રી અને કેળવણીકાર શ્રી નારણભાઈ એમ પટેલ હાઇસ્કુલ પ્રિન્સિપાલ ઈલાબેન પટેલ કાર્યક્રમમાં હાજર રહી સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.