10 વર્ષના બાળક સહિત વધુ 16ને કોરોના, કુલ આંક 90એ પહોંચ્યો
તંત્ર H3N2ની તૈયારી કરી રહ્યું હતું પણ ઉપાડો કોરોનાએ લીધો
વરસાદી માહોલને કારણે વાઇરલ અને મચ્છરજન્ય રોગચાળો વકરશે
રાજકોટ શહેરમાં કોરોનાએ માથું ઊંચક્યું છે અને ફરી 16 કેસ આવતા માત્ર માસમાં જ કોરોના કેસનો આંક વધીને 90 થયો છે જેણે ચિંતા વધારી છે. તંત્ર આ સમય દરમિયાન સિઝનલ ફ્લૂના નવા વેરિયન્ટ સામે લડવાની તૈયારી કરી રહ્યું હતું અને તેના ટેસ્ટિંગ તેમજ આઈસોલેશન વોર્ડની રાહ જોવાઈ રહી હતી ત્યાં જ કોરોનાએ માથું ઊંચક્યું છે તેથી સિઝનલ ફ્લૂની સાથે સાથે હવે કોરોના પાછળ તંત્ર દોડતું થયું છે. બુધવારે જે નવા કેસ નોંધાયા છે તેમાં કોઠારિયા હાઉસિંગ ક્વાર્ટરમાં રહેતા 10 વર્ષના બાળકનો સમાવેશ થાય છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.