ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ- ૨૦૦૩ મુજબના ગુન્હાના ત્રણ ઇસમોને પકડી પડતી પોરબંદર હાર્બર મરીન પોલીસ
ફાયબર બોટ-પીલાણામાં અન-અધિકૃત રીતે એકદમ પ્રકાશીત LED લાઇટો ચાલુ રાખી ગેર કાયદેસર રીતે કરતા હતા લાઇટ ફીંશીંગ
ગોસા(ઘેડ)તા.૧૬/૧૨/૨૦૨૪
પોરબંદર હાર્બર મરીન પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે
દરીયાઇ પેટ્રોલીંગ દરમ્યાન ફાયબર બોટ-પીલાણામા અન-અધિકૃત રીતે એકદમ પ્રકાશીત LED લાઇટો ચાલુ રાખી ગેર કાયદેસર રીતે લાઇટ ફીંશીંગ કરતા ઇસમો ત્રણ વિરુધ્ધ્ પોરબંદર હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ-૨૦૦૩ મુજબ કરેલ કાર્યવાહી કરવામાં આવેલ છે
મ્હે. કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ મહાનિરીક્ષક પી.એ.માલ તથા કોસ્ટલ સીક્યુરીટી ગુજરાત ગાંધીનગરના પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાનાઓ દ્રારા ગુજરાત રાજયના કોસ્ટલ વિસ્તારમા ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ ના કાયદાનો ભંગ કરી અન- અધિકૃત રીતે જેમકે, ટોકન વગર, રજીસ્ટ્રેશન વગર, ટોકન સમય મર્યાદાનો ભંગ, તથા ગેર કાયદેસર પધ્ધતીથી જેમ કે, લાઇન ફીશીંગ, ધેરા ફીશીંગ, લાઇટ ફીશીંગથી ગેરકાયદેસર રીતે માછીમારી કરતા ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તથા કોસ્ટલ એરીયામા થતા ગેરકાયદે સર પ્રવૃતીને રોકવા તથા કોસ્ટલ સીક્યુરીટી સબબ સરકારી બોટ દ્વારા સખત દરીયાઇ પેટ્રોલીંગ કરી બોટો ચેકીંગ કરવા મરીન પોલીસ સ્ટેશનનોને અવાર નવાર આદેશ થઇ આવેલ હોય જે અનુસંધાને,
મ્હે.જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેશ જાજડીયા તથા પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા
નાઓએ તા.૧૨/૧૨/૨૦૨૪ થી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધી પોરબંદર જીલ્લાના દરીયાઇ/દરીયાકાંઠા વિસ્તારમાં ફીશીરીઝ એકટ હેઠળ ગુન્હા નોંધવા તેમજ સખત અને અસરકારક બોટ ચેકીંગ કરવા ઝુંબેશ રાખવામાં આવેલ જે અંગે પોરબંદર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ઋતુ રાબા નાઓના માર્ગદર્શન હેઠળ સદર ઝુંબેશ સબબ તા.૧૫/૧૨/૨૦૨૪ ના રોજ હાર્બર મરીન પોલીસ સ્ટેશન દ્વારા સરકારી બોટ મારફતે દરીયાઇ પેટ્રોલીંગ દરમ્યાન એક ફાયબર બોટ-પીલાણા (OBM) મા ત્રણ ઇસમો અન-અધિકૃત રીતે એકદમ પ્રકાશીત LED લાઇટો ચાલુ રાખી ગેર કાયદેસર રીતે લાઇટ ફીંશીંગ કરતા મળી આવતા આ ત્રણેય ઇસમોને ધોરણસર અટક કરી તેઓની વિરુધ્ધ હાર્બર મરીન પો.સ્ટે. ગુ.ર.નં. પાર્ટ બી-૧૧૨૧૮૦૧૮૨૪૦૪૮૮/૨૦૨૪ ગુજરાત મત્સ્યોધોગ અધિનિયમ-૨૦૦૩ ના કાયદાની કલમ-૨૧ (૧) (ચ) મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી પ્રશંશનીય કામગીરી કરેલ છે.
આ કામગીરીમાં રોકાયેલ અધિકારી/કર્મચારીઓમાં પો.ઇન્સ.એસ.ડી.સાળુંકે, પો.સ.ઇ. એન.કે.વાઘેલા, એ.એસ.આઇ. રાકેશ ફતેસીંગ ચૌધરી તથા એ.એસ.આઇ. ભરતકુમાર ડાયાભાઇ વાઘેલા તથા પો.હેડ કોન્સ. રાહુલ પુંજાભાઇ ધારેચા તથા પો.કોન્સ. કરશન કાનાભાઇ ઓડેદરા તથા પો.કોન્સ. દિનેશ વિરમભાઇ બંધીયા રોકાયેલ હતા.
રિપોર્ટર:-વિરમભાઈ કે. આગઠ થી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.