આટકોટ બુઢણપરી સીમમાં દીપડો દેખાયાની ચર્ચા વચ્ચે જરખનાં સગડ મળ્યા - At This Time

આટકોટ બુઢણપરી સીમમાં દીપડો દેખાયાની ચર્ચા વચ્ચે જરખનાં સગડ મળ્યા


આટકોટ બુઢણપરી સીમમાં દીપડો દેખાયાની ચર્ચા વચ્ચે જરખનાં સગડ મળ્યા. આટકોટ બુઢણપરી સીમમાં રાત્રે દીપડો આવ્યો હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતાં અહી વાડીમાં પાકને પાણી પીવડાવવા ખેડૂતોમાં ભયનું લખું લખુ થયું. ખેડુતો પાણી મોટરો બંધ કરી જતાં રહ્યાં ખેતમજૂરો માં પણ ભય ફેલાયો હતો. ખેતમજૂરોએ જોયેલું પ્રાણી દીપડો નહીં પણ ઝરખ હોવાનો પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું. ગ્રામજનોને ખોટી રીતે ન ગભરાવાની વનતંત્રએ અપીલ કરી હતી જસદણ પંથકના ગઢડીયા વેરાવળ વિસ્તારોમાં ચાર દિવસથી દીપડો આટા ફેરા મારતો હોય જેને લઇ વન વિભાગ દ્વારા તેને પકડવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે ત્યારે દીપડા પકડવા માટે પાંજરૂં પણ ગોઠવવામાં આવ્યું છે પણ દીપડો હાથ તાળી આપતો હોય. આટકોટ પંથકમાં દીપડો આવ્યો હોવાની વાત વાયુવેગે ફેલાઇ ગઇ હતી, લોકોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટના સ્થળે ટીમનાં કરશન બામટા તપાસ હાથ ધરી હતી તેનાં સગડ મેળવવા આવ્યા હતા અને વન વિભાગનાં અમરસીભાઈને ફોટા મોકલી આપવામાં આવ્યા હતા ત્યારે વન વિભાગ દ્વાર જણાવ્યું દીપડાના કોઈ સગડ નથી અને અહીં આ ઝરખના હોવાનું જણાવ્યું હતું દીપડો હોય તો મારણ કરે જરખ રાત્રે દીપડા જેવું દેખાય છે. દીપડો હોય તો આજુબાજુ વિસ્તારમાં મારણ થવું જોઈએ જે જોવા મળ્યું નથી ગ્રામજનોને ખોટી અફવવા ન દોરાવા માટે ખોટી રીતે ન ગભરાવાની અપીલ કરી છે જયાં સુધી ખેત મજૂરી જોયું પ્રાણી જરખ નું જાણવા મળ્યું છે જે વિસ્તારમાં દીપડો જોવા મળ્યો ની ચર્ચા છે ત્યાં જે પ્રાણીના ફુટ પ્રિન્ટ મળ્યા છે તે દીપડો નહીં પરંતુ ઝરખના હોવાનું જણાવ્યું હતું જેથી કોઈ એ ખોટી અફવાઓ ફેલાવી નહીં આવું કોઈ માહિતી મળે તો વન વિભાગનો સંપર્ક કરવો તેવું જણાવ્યું હતું. દીપડાના સમાચાર આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ફેલાતા લોકોમાં પણ ભયની લાગણી ફેલાઈ હતી જો કે કોઈ મારણ કે અન્ય કોઈ બનાવ બન્યો ન હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.