ગરાંભડી ગામની સીમમાં કુલ પાંચ ખેતરમાં મોટા પ્રમાણમાં લીલા ગાંજાનુ વાવેતર ઝડપાયું.
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
પાંચ ખેતરમાં છોડ નં 594 જેનો વજન 1441.200 ગ્રામ સહિત રૂ.1,44,12,000 ના મુદ્દામાલ સાથે પાંચ ઈસમોને દબોચી લીધા.
સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા ગીરીશભાઈ પંડ્યાની દ્વારા ગેરકાયદેસર નારકોટીસના પ્રદાર્થ, કેફી, ઔષધો, મન પ્રભાવી દ્રવ્ય તથા એનડીપીએસ ગાંજો અફીણ એમડી શહીદ ઘેર કાયદેસર વેપાર હેરાફેરી અટકાવવા સુચના આપવામાં આવેલ છે તેમજ આવા ગેરકાયદેસર વેપાર વેચાણ કરતા અંગેના કેસો કરવા તેમજ આવા ગેરકાયદેસર વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડવા તેમજ ગેરકાયદેસર પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ કરવા સૂચના આપેલ જે અનુસંધાને સુરેન્દ્રનગર એસ.ઓ.જી. ના પીઆઇ સંજયસિંહ જાડેજા, પીએસઆઇ મગનભાઈ રાઠોડ,એએસઆઈ ઘનશ્યામભાઈ મસીયાવા, ડાયાલાલ, પ્રવીણભાઈ આલ,જયરાજસિંહ રવિભાઈ સહિત સમગ્ર ટીમ દ્વારા ખાનગી બાતમી મેળવી કે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ગરાંભડી ગામની સીમના આરોપી, જાદવભાઈ ગોવિંદભાઈ રંગપરા સુરેન્દ્રનગર વાળાએ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ જે છોડ નંગ 371 જેનો વજન 965 કિલો કિ.રૂ.96,50,000 તથા વજાભાઈ નાજાભાઇ રંગપરાએ પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ જે લીલા ગાંજાના છોડ નંગ 13 વજન 63 કિલો કિ.રૂ.6,30,000 તથા ભોપાભાઈ નાજાભાઇ રંગપરાએ ગરાંભડી ગામે પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ જે લીલા ગાંજાના છોડ નંગ 21 વજન 36 કિલો 200 ગ્રામ કિ.રૂ.3,62,000 તથા વેલાભાઈ મોતીભાઈ ઝાપડિયાએ ગરાંભડી ગામની સીમમાં પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ જે લીલા ગાંજાના છોડ નંગ 105 વજન 142 કિલો કિ.રૂ.14,20,000 તથા મેરા ભાઈ મોતીભાઈ ઝાપડિયાએ ગરાંભડી ગામની સીમમાં પોતાના કબજા ભોગવટાના ખેતરમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કરેલ જે છોડ નંગ 84 વજન 235 કિલો કિ.રૂ.23,50,000 ના મુદ્દામાલ જપ્ત કરી કુલ લીલા ગાંજાના છોડ નંગ 594 જેનો કુલ વજન 1441.200 કિલોગ્રામ જેની કિ.રૂ.1,44,12,000 સાથે ઝડપી ધજાળા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.