અકસ્માતમાં સારવાર લઈ ગયેલ બરવાળા ના હોમગાર્ડ જવાનું મૃત્યુ નીપજ્યું ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય
બોટાદ જિલ્લાના બરવાળા ખાતે હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવતા 45 વર્ષેય કોતરવાડીયા જયેશભાઈ વશરામભાઈ ને ગત તારીખ 29 ફેબ્રુઆરી 2024 ના રોજ બરવાળા ધોલેરા રોડ પર અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાના હેબતપુર ગામ પાસે બાઈક લઈ જતા સમયે અચાનક રોડ પર આવી ચડેલ ભુંડ સાથે બાઈક નો અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક પર સવાર હોમગાર્ડ જવાન જયેશભાઈ બાઈક સાથે રોડથી નીચે પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને કારણે 108 મારફતે તેઓને સારવાર માટે પ્રથમ બરવાળા સામુહિક કેન્દ્ર તેમજ વધુ સારવાર માટે બોટાદ અને ત્યાંથી સુરેન્દ્રનગર ખાતે રિફર કરવામાં આવેલ જ્યાં તેઓની 10 દિવસ સારવાર બાદ બ્રેઇન માં વધારે પડતી ઇન્જરીના કારણે સારવાર દરમિયાન ગત રોજ તારીખ 9 માર્ચના મૃત્યુ નીપજ્યું હતું જેને લઇ સમગ્ર બરવાળા પંથકમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી ત્યારે આજરોજ તારીખ 10 માર્ચના રોજ બરવાળા પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે મુતક યુવાન હોમગાર્ડ જવાન કોતરવાડીયા જયેશભાઈ ના અંતિમ સંસ્કાર કરાયા હતા ત્યારે યુવાનના મૃત્યુ ના સમાચાર મળતા મોટી સંખ્યામાં લોકો અંતિમવિધિમાં જોડાઈ અને મૃતકને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.