વિંછીયા તાલુકાના સનાળા ગામે ૩૨ વર્ષીય પરિણિતાનું લોહીની ઉલ્ટી થયાં બાદ મોત - At This Time

વિંછીયા તાલુકાના સનાળા ગામે ૩૨ વર્ષીય પરિણિતાનું લોહીની ઉલ્ટી થયાં બાદ મોત


ગઈકાલે સવારે પારુબેન ચાવડા વાડીએ હતા ત્યારે અચાનક ઉલ્ટી કરી બેભાન થઈ ગયા હતા, ૧૦૮ના ઇએમટીએ સ્થળ પર જ મૃત જાહેર કર્યાં હતા.

(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
વિંછીયા તાલુકાના સનાળા ગામે ૩૨ વર્ષીય પરિણિતાનું લોહીની ઉલ્ટી થયાં બાદ મોત થયું હતું. ગઈકાલે સવારે પારુબેન જીતુભાઈ ચાવડા(ઉં. વ. ૩૨, રહે. સનાળા) વાડીએ હતા ત્યારે અચાનક ઉલ્ટી કરી બેભાન થઈ ગયા હતા. તેમના પરિજનોએ ૧૦૮માં ફોન કરતા એમ્બ્યુલન્સ આવી હતી. ઇએમટીએ તપાસી સ્થળ પર જ મૃત જાહેર કર્યાં હતા. બનવાના પગલે વિંછીયા પોલીસની ટીમ દોડી ગઈ હતી. મૃતદેહ પીએમ માટે ખસેડયો હતો. પરિજનોએ જણાવ્યું કે પારૂબેનને કોઈ બીમારી નહોતી. તેમના ૪ વર્ષ અગાઉ લગ્ન થયાં હતા. તેમના અકાળે મોતથી પરિવારમાં શોક છવાયો હતો. પરિવારજનોના જણાવ્યા મુજબ, ઉલ્ટી બાદ પારુબેનને હાર્ટ એટેક આવી ગયાનું અનુમાન છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.