સાળંગપુર હેલીપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું આગમન મહાનુભાવો દ્વારા કરાયું ઉષ્માભર્યું સ્વાગત - At This Time

સાળંગપુર હેલીપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું આગમન મહાનુભાવો દ્વારા કરાયું ઉષ્માભર્યું સ્વાગત


બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા પીયૂષ ગોયલ, વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના કેન્દ્રીય મંત્રીનું બીજેપી કારોબારી બેઠક માટે આગમન થયું હતું સાળંગપુર હેલીપેડ ખાતે મુખ્યમંત્રી તથા કેન્દ્રીય મંત્રીનું મહાનુભાવો દ્વારા પુષ્પગુચ્છ વડે ઉષ્માભર્યુ સ્વાગત તથા અભિવાદન કરવામાં આવ્યું હતું આ વેળાએ કેન્દ્ર સરકારનાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી તેમજ ભાવનગરનાં સાંસદ મતી નીમુબેન બાંભણીયા, જિલ્લા પંચાયત પ્રમુખ મતી જેઠીબેન પરમાર, ગઢડાના ધારાસભ્ય મહંત શંભુનાથજી ટુંડિયા, ધંધુકા ધારાસભ્ય કાળુભાઇ ડાભી, જિલ્લા કલેકટર ડો. જીન્સી રોય, ભાવનગર આઇ.જી.પી. ગૌતમ પરમાર, જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયા, પોલીસ અધિક્ષક કે.એફ.બલોલિયા, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલનું બોટાદની પવિત્ર ભૂમિ પર અદકેરો આવકાર આપી સ્વાગત કર્યું હતું.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.