બોટાદ ગઢડા રોડ ઉપર આવેલ રાધાકૃષ્ણ 1 ખાતે નાણા ધીરનાર ને લઈને લોક દરબાર યોજાયો
બોટાદ ગઢડા રોડ ઉપર આવેલ રાધાકૃષ્ણ 1 ખાતે નાણા ધીરનાર ને લઈને લોક દરબાર યોજાયો
બોટાદ વિભાગીય પોલીસ અધિકારી મહર્ષી રાવલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો લોક દરબાર
બોટાદ શહેર ના ગઢડા રોડ ઉપર આવેલા રાધાકૃષ્ણ 1 ખાતે બોટાદ પોલીસ દ્વારા લોક દરબાર નુ આયોજન કરવામાં આવ્યું હતું આ લોક દરબાર નાયબ પોલીસ અધિક્ષક દ્વારા મુખ્યતવે નાણા ધીરધાર ને લઈને ચર્ચા કરવામાં આવી હતી નાણા ધીરધાર અંગે નુ લાયસન્સ મેળવવા નુ હોય છે અને સરકારી ધારાધોરણ મુજબ જ ધીરાણ કરનાર વ્યક્તિ વ્યાજ લઈ શકે છે,અને રજીસ્ટ્રેશન/નોંધણી કરાવ્યા વ્યક્તિ ઓ નાણાં ધિરધાર/વ્યાજ વટા નો ધંધો કરી શકશે નહીં જો બોટાદ જીલ્લા મા આવી ગેરકાયદેસરની નાણાં ધિરધાર ની પ્રવૃતિ ચાલતી હોય તો જે તે વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે અથવા જીલ્લા પોલીસ કંટ્રોલ રૂમનો સંર્પક કરવા સુચના કરેલ હતી ,અને આ અંગે જે તે વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું,અને આ લોક દરબાર માં કોઈ પણ વ્યક્તિને આ બાબતે રજૂઆત કરવી હોય તો કરી શકે છે તેમ જણાવ્યું હતું
આ કાર્યક્રમ માં 45 આસપાસ લોકો ઉપસ્થિત રહ્યા હતા,
આ કાર્યક્રમ માં બોટાદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર વી બી દેસાઈ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ તે વિસ્તારના લોકો ઉપસ્થિત રહ્યા હતા
Report by Ashraf jangad 9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.