લાઈટના ફોક્સ બાબતે બોલાચાલી થયાં બાદ વ્યક્તિ સાથે થઈ મારામારી : ઍક વ્યક્તિ સારવાર અર્થે જસદણ સરકારી હોસ્પિટલમાં
અજીતભાઈ મોહનભાઈ મકવાણા નામના વ્યક્તિ જે ભડલી ગામે રહે છે જેઓ સાંજના નવ વાગ્યાની આસપાસ ભડલી ગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે ભડલી ગામના પાદરમાં નવાગામ રોડ ઉપર સરકારી હાઈસ્કૂલની સામે વિશાલભાઈ પુંજાભાઈ જાદવ, અશોકભાઈ વાલાભાઈ જાદવ, તથા ધનજીભાઈ ઉર્ફે ભાણો ભીખાભાઈ ખેતરીયા નામના ત્રણ ઈસમો એ અજીતભાઈ પાસે આવીને ગાળો આપવા લાગ્યા હતાં બાદ મુંઢ માર માર્યો હતો અને જમણા હાથ ની કોણી પર અને છાતી પર છરી ના ઘા ઝીંક્યા હતાં આ જાનલેવાં હુમલો થવાનું કારણ એ હતુ કે એક મહિના પહેલા તેમના ગામ ભડલીમાં આંબેડકર ચોકમાં લાઈટના ફોક્સ ઉતારવા બાબતે વિશાલ જાદવ સાથે બોલાચાલી થઈ હતી જેનો ખાર ઉતારતા અજીતભાઈ ને માર મારવામાં આવ્યો હતો બાદ લોકોને આવતા જોઇ આ ત્રણ ઈસમો ત્યાં થી નાસી છૂટયા હતાં અને અજીતભાઈ ને તાત્કાલિક ધોરણે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.