વિસાવદર તાલુકા મા ભારી માત્રામાં વરસાદ પડતા ખેડૂતો ના ખેતર ના પાળા ધોવાયા ધોવાયેલ પાળા રીપેર કરવા તા પંચાયત ના ઉપ પ્રમુખ ની પ્રાંત અધિકારી ને રજુવાત
વિસાવદર તાલુકામાં ભારે વરસાદથી ખેડૂતોના
ખેતરોના બંધ પાળા ઘોવાયા
આ બાબતે તા.પં.ના ઉપપ્રમુખે પ્રાંત અધિકારીને રીપેરીંગ ની કરી લેખીતમાં રજૂઆત.
વિસાવદર:: વિસાવદર તાલુકાનાં ગામોમાં હાલમાં પડેલ ભારે વરસાદથી ખેડૂતોના ખેતરોમાં ભારે નુકસાની થયેલ.જે અંગે તા.પં.ના ઉપપ્રમુખે પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરેલ છે.
પ્રાપ્ત વિગત મુજબ હાલમાં વિસાવદર તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરોના બંધ પાળા ઓ ધોવાઈ ગયેલ જે અંગેની તાલુકાના સરપંચો દ્વારા વિસાવદર તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ અશ્વિનભાઇ સરધારા ને રજૂઆત કરવામાં આવેલ. જેથી આ અંગે ઉપપ્રમુખે પોતાના લેટરપેડ ઉપર વિસાવદર પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરેલ અને આ બાબતે તાત્કાલિક અસરથી ખેડૂતોને સરકારી જમીનો માંથી માટી લઈ બંધપાળા રીપેરીંગ કરવા માટે મંજૂરી આપવા માંગણી કરવામાં આવેલ હતી કારણકે જો ખેડૂતો બંધ પાડા રીપેરીંગ કરવા માટે કોઈ જગ્યાએથી માટે લે છે ત્યારે સરકારી અધિકારીઓ તેમના પર માટી ચોરી ની ફરિયાદો કરવામાં આવે છે જેથી આવી તકલીફ ખેડૂતોને ન ભોગવવી પડે એટલા માટે કાયદેસર મંજૂરી આપવામાં આવે તો ખેડૂતોને મોટી રાહત થઇ શકે તેમ છે તેમ ઉપપ્રમુખ અશ્વિનભાઈ સરધારા એ જણાવેલ હતું.
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.