બોટાદના આદર્શ મતદાન મથક ખાતે મતદાન કરવા આવેલા ૮૪ વર્ષના દાદા આપી રહ્યા છે તમામ નાગરિકોને મતદાન કરવાની પ્રેરણા
ભલે મારે ચાલવા માટે લાકડીનો ટેકો લેવો પડે છે, પણ લોકશાહી તો લોખંડ જેવી મજબૂત જ હોવી જોઈએ: દાદા
લાકડીના સહારે ચાલતા આ છે ૮૪ વર્ષના દાદા, જેમનું કહેવું છે કે, ભલે મારે ચાલવા માટે લાકડીનો ટેકો લેવો પડે છે પણ લોકશાહી તો લોખંડ જેવી મજબૂત જ હોવી જોઈએ. બોટાદના આદર્શ મતદાન મથક ૧૦૬- ગઢડા મતદાર વિભાગ, બ્રાંચ શાળા નંબર-૧ ખાતે મતદાન કરવા આવેલા ૮૪ વર્ષના દાદાનો ઉત્સાહ યુવાનોને મતદાન માટે પ્રેરણા પુરો પાડી રહ્યો છે. દાદાએ તમામ નાગરિકોને અવશ્ય મતદાન કરી લોકશાહીના અવસરમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો.
બોટાદ બયુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.