બરવાળા શહેરની ખારા વિસ્તારની શાળામાં બાળકોના મધ્યાહન ભોજન માં નીકળી જીવાત વાલીઓએ આમ આદમી પાર્ટીને જાણ કરતા આપના આગેવાનો શાળાએ પહોંચી તપાસ કરતા જીવાતો જોવા મળતા મામલતદારને જાણ કરી અને તપાસ હાથ ધરાવી મામલતદારે સ્થળ પર પહોંચી તપાસ સાથે કાર્યવાહી હાથ ધરી. બરવાળા શહેરની ખારા વિસ્તારમાં આવેલ કલરવ પ્રાથમિક શાળા આવેલ છે જેમાં 134 બાળકો અભ્યાસ કરે છે અને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભોજન ગ્રહણ કરે છે ત્યારે બાળકોના ભોજનમાં જીવાત નીકળતા વાલીઓ દ્વારા આમ આદમી પાર્ટીને જાણ કરાતા આમ આદમી પાર્ટીના બરવાળા શહેર પ્રમુખ સહદેવસિંહ રાઠોડ તેમજ બરવાળા આપ યુવા પ્રમુખ કુલદીપસિંહ સિંધવ બરવાળા Cyss પ્રમુખ હાર્દિકસિંહ અસ્વાર સહિતના આગેવાનો ખારા વિસ્તારની શાળામાં પહોંચ્યા હતા જ્યાં તપાસ કરતા ધઉં તેમજ ચણા અને તાજા દળાવેલા ઘઉંના લોટ માં પણ જીવતા ધનેડાં અને જીવાતો ફરતી જોવા મળી તેમજ દળાવ્યા વગરના ધઉંમાં પણ અતિશય કચરો જોવા મળ્યો હતો ત્યારે આવું જીવાત વાળું બિન આરોગ્યપ્રદ મધ્યાહન ભોજન ના ખોરાક ને જોઈ અને આપ ના આગેવાનોએ દ્વારા બરવાળા મામલતદારને જાણ કરાતા પુરવઠા નાયબ મામલતદાર ઘટના સ્થળે પહોંચી અને આગેવાનો તેમજ વાલીઓની ફરિયાદ મુજબ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે અને મધ્યાહન ભોજન માં દેવાતા ખોરાકની વસ્તુમાં જીવાત અને ધનેડાં જોવા મળતા અધિકારીઓ દ્વારા પંચ રોજકામ સહીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે વાલીઓ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા આવું બિન આરોગ્યપ્રદ ખોરાક બાળકોને ખવડાવી બાળકોના આરોગ્ય સાથે ચેડા થતાં હોવાની રાવ સાથે કાર્યવાહીની માંગ કરી હતી અને બાળકોને સારું ભોજન પીરસવામાં આવે તેવી માંગ કરી હતી, ત્યારે સમગ્ર મામલે ધનેડાં વાળા લોટ અને અનાજ ને લઈ પંથકના વાલીઓમાં પણ ચિંતા ઉદ્ભવી રહી છે કે આવા પ્રકારનું ભોજન ખાવાથી બાળકો રોગિષ્ટ થશે તો જવાબદાર કોણ તેવા પ્રશ્ન સાથે બાળકોના વાલીઓ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.
બરવાળા શહેરની ખારા વિસ્તારમાં આવેલ કલરવ પ્રાથમિક શાળા આવેલ છે જેમાં 134 બાળકો અભ્યાસ કરે છે અને મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ભોજન ગ્રહણ કરે છે ત્યારે બાળકોના ભોજનમાં જીવાત નીકળતા વાલીઓ દ્વારા આમ આદમી પાર્ટીને જાણ કરાતા આમ આદમી પાર્ટીના બરવાળા શહેર પ્રમુખ સહદેવસિંહ રાઠોડ તેમજ બરવાળા આપ યુવા પ્રમુખ કુલદીપસિંહ સિંધવ બરવાળા Cyss પ્રમુખ હાર્દિકસિંહ અસ્વાર સહિતના આગેવાનો ખારા વિસ્તારની શાળામાં પહોંચ્યા હતા જ્યાં તપાસ કરતા ધઉં તેમજ ચણા અને તાજા દળાવેલા ઘઉંના લોટ માં પણ જીવતા ધનેડાં અને જીવાતો ફરતી જોવા મળી તેમજ દળાવ્યા વગરના ધઉંમાં પણ અતિશય કચરો જોવા મળ્યો હતો ત્યારે આવું જીવાત વાળું બિન આરોગ્યપ્રદ મધ્યાહન ભોજન ના ખોરાક ને જોઈ અને આપ ના આગેવાનોએ દ્વારા બરવાળા મામલતદારને જાણ કરાતા પુરવઠા નાયબ મામલતદાર ઘટના સ્થળે પહોંચી અને આગેવાનો તેમજ વાલીઓની ફરિયાદ મુજબ કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે અને મધ્યાહન ભોજન માં દેવાતા ખોરાકની વસ્તુમાં જીવાત અને ધનેડાં જોવા મળતા અધિકારીઓ દ્વારા પંચ રોજકામ સહીતની કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે વાલીઓ અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો દ્વારા આવું બિન આરોગ્યપ્રદ ખોરાક બાળકોને ખવડાવી બાળકોના આરોગ્ય સાથે ચેડા થતાં હોવાની રાવ સાથે કાર્યવાહીની માંગ કરી હતી અને બાળકોને સારું ભોજન પીરસવામાં આવે તેવી માંગ કરી હતી, ત્યારે સમગ્ર મામલે ધનેડાં વાળા લોટ અને અનાજ ને લઈ પંથકના વાલીઓમાં પણ ચિંતા ઉદ્ભવી રહી છે કે આવા પ્રકારનું ભોજન ખાવાથી બાળકો રોગિષ્ટ થશે તો જવાબદાર કોણ તેવા પ્રશ્ન સાથે બાળકોના વાલીઓ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.
બરવાળા શહેરની ખારા વિસ્તારની કલરવ શાળાના આચાર્ય રાજેશભાઇ સારોલા એ આ મામલે અગાઉ પણ ફરિયાદ આવી હોવાનું સ્વીકાર્યું અને આ પ્રકારે મધ્યાહન ભોજનના ખોરાકમાં જીવાત નીકળી તે યોગ્ય નથી સંચાલકોને અગાઉ પણ સુધારો કરવા જણાવેલ પણ હજુ સુધી કોઈ સુધારો નહીં કરેલ હોવાથી હાલમાં આ મામલે તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું તેમજ વહેલી તકે યોગ્ય અને શુધ્ધ ભોજન બાળકોને મળે તેવા પ્રકારની કામગીરી કરવાની તૈયારી હાથ ધરી હોવાનું તેમજ હવે આવી બેદરકારી ના થાય તે રીતે કામગીરી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
બરવાળા મામલતદાર સી આર પ્રજાપતિએ આ મામલે જણાવ્યું હતું કે સ્થાનિક પ્રતિનિધિઓ અને મિડિયા દ્વારા ફરિયાદ ફોટા અને માહિતી મળેલ કે મધ્યાહન ભોજનનો ખોરાક બિન આરોગ્યપ્રદ હોવાનું જાણવા મળતા નાયબ મામલતદાર પુરવઠાને સ્થળ પર મોકલી તપાસ કરતા યોગ્ય ખોરાક નહીં હોવાનું તેમજ ખોરાકમાં જીવાત હોવાનું જોવા મળતા હાલ આગળની તપાસ હાથ ધરતા સંચાલકોને રૂબરૂ બોલાવી તેમની પાસેથી જવાબ મેળવી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું.
બરવાળા શહેરના ખારા વિસ્તારની કલરવ શાળામાં કાદવ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, ગંદકી દૂર કરવા માટે વાલીઓ દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવાયા નથી ગંદકીના કારણે બાળકોમાં રોગચાળો ફેલાવાની દહેશત હોવાથી વાલીઓ માં ચિંતા જોવા મળી રહી છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.